Diwali Offers on Electric Cars: ધનતેરસ અને દિવાળી 2022નો તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ધનતેરસ અને દિવાળી પર લોકો ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને કારની ધૂમ ખરીદી કરે છે. ભારતમાં પ્રદૂષણ ઘટાડવા અને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે સરકાર લોકોને વધુને વધુ ઇલેક્ટ્રિક કાર ખરીદવા વિનંતી કરી રહી છે. લોકોને આ તહેવારોની મોસમમાં EV કાર ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઘણી બેંકો તેમના ગ્રાહકોને આ કાર લોનના વ્યાજ દર પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને એક્સિસ બેંક જેવી ઘણી બેંકોના નામ સામેલ છે.


કરદાતાઓને કર મુક્તિ મળી રહી છે


ઉલ્લેખનીય છે કે  ઇલેક્ટ્રિક કાર ખરીદનારાઓને લોનના વ્યાજ દરમાં રિબેટની સાથે સરકાર વધારાની ટેક્સ છૂટ પણ આપી રહી છે. તેનાથી કરદાતાઓને મોટો ફાયદો થશે. ટેક્સ છૂટને કારણે ઘણા લોકો પોતાની પેટ્રોલ-ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં અપગ્રેડ કરવા માગે છે. એક તરફ, ગ્રાહકોને લોન અને વ્યાજ દરમાં છૂટ મળી રહી છે, તો બીજી તરફ EV કાર લોકો માટે લાંબા ગાળે આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કારણ કે તેમને મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવાથી મુક્તિ મળે છે. આ સાથે નિયમિત પેટ્રોલ-ડીઝલ કારની તુલનામાં EV કારની જાળવણી માટે ઓછા પૈસાની જરૂર પડે છે.


જાણો બેંકમાંથી ગ્રાહકોને વ્યાજમાં કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે


બેંકો તેમના ગ્રાહકોને ઈલેક્ટ્રિક કાર પર 10 થી 30 બેસિસ પોઈન્ટનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. બેંક ઓફ બરોડા તેના ગ્રાહકોને ઇલેક્ટ્રિક કાર પર કાર લોન પર વધારાની 0.25% છૂટ ઓફર કરી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા EV કારની ખરીદી માટે SBI ગ્રીન કાર લોન ઓફર લઈને આવી છે. આ માટે ગ્રાહકોને કાર લોન પર 0.20% નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.


આવી સ્થિતિમાં, બેંક ગ્રાહકોને 7.95% થી 8.30% સુધીનો વ્યાજ દર ઓફર કરી રહી છે. જો તમે SBI પાસેથી ગ્રીન કાર લોન લો છો, તો તમે તેને 3 થી 8 વર્ષની વચ્ચે ચૂકવી શકો છો. એક્સિસ બેંક ગ્રાહકોને લોનની ચુકવણી કરવા માટે 7 વર્ષનો સમય આપે છે. બીજી તરફ, મોટાભાગની બેંકો તેમના ગ્રાહકો પાસેથી EV કાર લોન પર કોઈ પ્રીપેમેન્ટ વસૂલતી નથી. બીજી તરફ, બેંકોએ ગ્રાહકો પાસેથી આવી લોન માટે 0.2% થી 2% સુધીની પ્રોસેસિંગ ફી વસૂલ કરી છે.