માર્ચ મહિનો એટલે નાણાકીય વર્ષ 2021-22નો છેલ્લો મહિનો. આવી સ્થિતિમાં નવા નાણાકીય વર્ષ 2022-23માં ઘણા ફેરફારો થવાના છે. આ પહેલા આ મહિનાની 31મી માર્ચ પહેલા અનેક મહત્વના કામો છે, જે તમારે પુરા કરી દેવા જોઈએ. જો તમે આ કામ વહેલીતકે પુરા નહિ કરો, તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. આવા પાંચ અગત્યના કામો છે જે તમારે 31 માર્ચ આવતા પહેલા પુરા કરવા જરૂરી છે.
1. આધાર-PAN લિંક કરો : પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો તમે 31 માર્ચ સુધીમાં તમારા PANને આધાર સાથે લિંક નહીં કરો તો તે નિષ્ક્રિય થઈ જશે. આ સિવાય વધુ નુકસાન પણ થઈ શકે છે.
2.ઇન્કમટેક્ષમાં છૂટ માટે આ કામ કરો : જો તમે આવકવેરા મુક્તિનો લાભ લેવા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે 31મી માર્ચ સુધીમાં રોકાણ કરવું પડશે. આવકવેરા કાયદાની વિવિધ કલમો જેમ કે 80C અને 80D હેઠળ કરાયેલા રોકાણને કર મુક્તિનો લાભ મળે છે.
3. મોડું અને રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરો : 2019-20 માટે મોડું અથવા સુધારેલું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઈલ કરવાની મૂળ સમયમર્યાદા પૂરી થયા પછી વિલંબિત રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. આ માટે કરદાતાએ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
4.બેંક ખાતાનું KYC : ડીમેટ અને બેંક ખાતા ધારકોએ 31 માર્ચ 2022 પહેલા KYC અપડેટ કરવાનું રહેશે. KYC હેઠળ, બેંક ગ્રાહકોને તેમના પાન કાર્ડ, સરનામું જેમ કે આધાર, પાસપોર્ટ વગેરે અપડેટ કરવા કહે છે. આ સાથે તાજેતરના ફોટોગ્રાફ્સ અને અન્ય માહિતી પણ માંગવામાં આવી છે. નિયમો અનુસાર, જો તમારું KYC અપડેટ ન થાય તો તમારું બેંક ખાતું બંધ થઈ શકે છે. તેનાથી તમારી પરેશાની વધી શકે છે. પણ યાદ રાખો ક્યારે પણ ફોનકોલ પર KYC અપડેટ ન કરો.
5. ફોર્મ 12B સબમિટ કરો : જો તમે 1 એપ્રિલ, 2021 પછી નોકરી બદલી છે, તો ફોર્મ 12B દ્વારા નવી કંપનીને અગાઉની નોકરીમાં કાપવામાં આવેલા TDSની માહિતી આપો. જો 31 માર્ચ સુધીમાં ફોર્મ 12B સબમિટ કરવામાં ન આવે, તો કંપની વધુ TDS કાપી શકે છે, જે તમારું નુકસાન થશે. તેનાથી તમારી પરેશાનીઓ વધી શકે છે.