Aadhaar Card Download: આજે તમને કેટલાક એવા સ્ટેપ્સ જણાવીશું, જેનાથી તમે ઘરે બેઠા તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. જો તમારી પાસે આધાર અને એનરોલમેન્ટ નંબર નથી, તો પણ તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. 


Aadhaar Card: આજના સમયમાં આધાર કાર્ડ એક ખૂબ જ જરુરી દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડ વગર કોઈ પણ સરકારી અથવા ખાનગી કામ શક્ય જ નથી. હવે રેશનકાર્ડથી લઈને અન્ય દસ્તાવેજો બનાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે. ક્યારેક એવું પણ થઇ શકે કે આધાર ખોવાઈ અથવા ચોરાઈ જાઈ. આવી સ્થિતિમાં લોકોને આધાર સેન્ટરના ધક્કાઓ ખાવા પડે છે. જો કે, હવે તમારે આધાર કાર્ડના કામ માટે હવે આધાર સેન્ટર સુધી જવાની જરૂર નથી. બીજી તરફ, જો તમે આધાર કાર્ડ અપડેટ કરેલું છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.


આજે અમે તમને કેટલાક સ્ટેપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે ઘરે બેઠા તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. જો તમારી પાસે આધાર અને એનરોલમેન્ટ નંબર નથી, તો પણ તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આ નોંધણી માટે IT પુનઃપ્રાપ્ત કરવાની રહેશે. આ પછી તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. જો કે, તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે. જો મોબાઈલ નંબર આધાર સાથે લિંક નહીં હોય તો તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો નહીં.


આ સરળ પગલાંની મદદથી Enrollment Number(નોંધણી નંબર) વિના ડાઉનલોડ કરો આધાર કાર્ડ 
 
Step 1- સૌ પ્રથમ તમે UIDAI વેબસાઇટ uidai.gov.in પર જાઓ.


Step 2- હોમપેજ પર ગેટ આધાર (Get Adhaar)વિકલ્પ પર જાઓ.


Step3- હવે એનરોલમેન્ટ આઈડી રીટ્રીવ(Enrollment ID Retrive) પર જાઓ.


Step 4- હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.


Step 5- તમે OTP સબમિટ કરો એટલે તરત જ તમને એનરોલમેન્ટ નંબર અને IT મળશે.


Step 6- હવે તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.


 


Enrollment Number(નોંધણી નંબર)  દ્વારા ડાઉનલોડ કરો આધાર કાર્ડ 


Step 1 સૌ પ્રથમ UIDAIની  વેબસાઇટ uidai.gov.in પર જાઓ.


Step 2: હોમપેજમાં જઈને Download Aadhaar પર ક્લિક કરો.


Step 3: હવે Enrollment Number કે પછી આધાર આઈ ડી માંથી તમારો વિકલ્પ પસંદ કરો.


Step 4: હવે 16 અંકોનો આધાર નંબર એન્ટર કરો.


Step 5: ત્યારબાદ કેપ્ચા કોડ એન્ટર કરીને તેને સબમિટ કરો.


Step 6: ત્યારબાદ તમારા મોબાઇલ નંબર પર OTP આવશે. 


Step 7: OTP નાખતાં જ સ્ક્રીન પર આધાર કાર્ડની PDF આવી જશે તેને ડાઉનલોડ કરી લો.