ED Action on Xiaomi:  ઈડીએ Redmi અને Mi જેવી જાણીતી મોબાઈલ ફોન બ્રાંડ બનાવતી ચાઇનીઝ કંપની Xiaomi ની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ફેમાના ઉલ્લંઘન સાથે જોડાયેલા આરોપની તપાસ કરી રહી છે.


જપ્ત કરી 5,551.27 કરોડની સંપત્તિ


ઈડે શાઓમીની 5,551.27 કરોડ રૂપિયાના મૂલ્યની સંપત્તિ જપ્ત કરી છે. કંપનીના રૂપિયા અલગ અલગ બેંકોમાં જમા હતા. કંપની પર ફેમા જોગવાઈના ઉલ્લંઘનનો અને મની લોન્ડ્રિંગનો આરોપ છે.




જેકલીન ફર્નાન્ડીઝ પર EDની મોટી કાર્યવાહી, સાત કરોડની સંપત્તિ જપ્ત


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સામે મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીનની 7 કરોડ 12 લાખ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી છે.


અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનું નામ તિહાર જેલની અંદરથી 200 કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયું હતું. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે સુકેશે બહેરીનમાં રહેતા જેકલીનના માતા-પિતા અને અમેરિકામાં રહેતી તેની બહેનને મોંઘી કાર આપી હતી. આ સિવાય તેના ભાઈને 15 લાખ રૂપિયા આપ્યા હતા.


જેકલીને આ વાત સ્વીકારી હતી


તપાસ દરમિયાન ED દ્વારા જેકલીનનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તે જ સમયે, જેક્લિને EDને કહ્યું હતું કે સુકેશે તેના પરિવારના સભ્યો અને પોતાને લાખો રૂપિયાની કિંમતનો ઘોડો સહિત મોંઘી ભેટ આપી હતી. આ સિવાય સુકેશે જેકલીનની આલીશાન હોટલોમાં રહેવાનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો.


જેકલીન અને સુકેશની ઘણી તસવીરો પણ સામે આવી હતી. સુકેશ હાલ તિહાર જેલમાં બંધ છે. તપાસ દરમિયાન, EDને જાણવા મળ્યું કે સુકેશ દ્વારા જેકલીનને આપવામાં આવેલી લગભગ 7 કરોડ રૂપિયાની સંપત્તિ ગુનાની મિલકત છે. આ પછી કાર્યવાહી કરીને એજન્સીએ જેકલીનની આ મિલકતો જપ્ત કરી લીધી છે.