Post Offce Accounts KYC: જો તમારી પાસે પોસ્ટ ઑફિસમાં બચત ખાતું છે, તો તમારે તમારું KYC કરાવવા માટે દર ત્રણ વર્ષે પોસ્ટ ઑફિસ જવું પડે છે. તમારે ત્યાં જઈને તમારી ઓળખ અને સરનામા સાથે સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા પડે છે. પરંતુ ઈન્ડિયા પોસ્ટ તમને આ સમસ્યામાંથી રાહત આપવા જઈ રહી છે. હવે તમારે KYC કરાવવા માટે પોસ્ટ ઓફિસ જવાની જરૂર નહીં પડે. આખી પ્રક્રિયા ઘરે બેસીને ઓનલાઈન પૂર્ણ થશે.
ઈન્ડિયા પોસ્ટ તેને કર્ણાટકમાં શરૂ કરવા જઈ રહી છે. તેનાથી કર્ણાટકના 1 કરોડ 90 લાખ પોસ્ટલ ખાતાધારકોને ફાયદો થશે. કર્ણાટકના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ રાજેન્દ્ર એસ કુમારે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકની માર્ગદર્શિકા મુજબ, દર ત્રણ વર્ષે KYC સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા માટે ઓરીજનલ ડોક્યૂમેન્ટ સાથે પોસ્ટ ઑફિસમાં જવાની જરૂર રહેશે નહીં. આ ઓનલાઈન આધાર ઓથેન્ટિકેશન દ્વારા ઘરે બેસીને કરવામાં આવશે.
ફિઝીકલી બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ વેરિફિકેશન સમાપ્ત થશે
પોસ્ટ ઓફિસમાં બચત બેંક ખાતા ધારકોએ હજુ પણ દર ત્રણ વર્ષે તેમનું KYC કરાવવા અને બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ દ્વારા તેમનું વેરિફિકેશન કરાવવા માટે ફિઝીકલી રીતે પોસ્ટ ઑફિસમાં જવું પડે છે. કર્ણાટકના ચીફ પીએમજીએ કહ્યું કે અમે આ પ્રક્રિયાને અમારી મોબાઈલ એપમાં સામેલ કરવા જઈ રહ્યા છીએ. કોઈપણ વ્યક્તિ પોતાના મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કરીને ઘરે બેસીને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
દસ્તાવેજો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે
મોબાઈલ એપ પર ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન કરતા પહેલા ખાતાધારકોએ ઈન્ડિયા પોસ્ટ વેબસાઈટ indiapost.gov.in પર ઈ-બેંકિંગ વિકલ્પમાં લોગીન કરવું પડશે. પછી તમારે તમારા KYC સંબંધિત તમામ દસ્તાવેજો ત્યાં અપલોડ કરવા પડશે. આ સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે ઓરીજનલ દસ્તાવેજો સાથે રાખ્યા વિના પણ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ આધાર ઓથેન્ટિકેશન દ્વારા તમારી ઓળખની પુષ્ટિ કરશે. આ પછી તમે એકાઉન્ટ્સ સંબંધિત કોઈપણ પ્રકારની કામગીરી કરી શકો છો. નોંધનીય છે કે, કેવાયસી પ્રક્રિયા ઓનલાઈન થવાથી લોકોને ઘણી રાહત મળશે, તેમનો સમય અને આવવા જવાનો ખર્ચ પણ બચી જશે.
આ પણ વાંચો....