World First Trillionaire: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે એક નવો એવો રેકોર્ડ બનાવી દીધો છે, જેને અત્યાર સુધી કોઈ સ્પર્શી શક્યું ન હતું. SpaceX ના રેકોર્ડબ્રેક IPO બાદ મસ્કની કુલ સંપત્તિ 1 ટ્રિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડ ડોલરને પાર પહોંચી ગઈ છે. આની સાથે જ મસ્ક દુનિયાના પ્રથમ ટ્રિલેનિયર (Trillionaire) બની ગયા છે.

Continues below advertisement

 

રોયટર્સના રિપોર્ટ અનુસાર, સ્પેસએક્સે પોતાના IPO દ્વારા 75 અબજ ડોલર એકઠા કર્યા છે. આ ઐતિહાસિક લિસ્ટિંગ બાદ કંપનીનું વેલ્યુએશન ઝડપથી વધ્યું અને મસ્કની નેટવર્થ પણ 1.1 ટ્રિલિયન ડોલરથી વધુ પહોંચી ગઈ. IPO પહેલા ફોર્બ્સે તેમની સંપત્તિ આશરે 780 અબજ ડોલર આંકી હતી.

Continues below advertisement

આ પણ વાંચો...Stock Market Today: શેરબજાર ગ્રીન નિશાને ખુલ્યું, સેન્સેક્સમાં 876 પોઈન્ટનો ઉછાળો, નિફટ્નું સ્ટેટસ પણ મજબૂત

21 દેશોની GDP કરતા પણ વધુ સંપત્તિ

મસ્કની સંપત્તિ એટલી મોટી થઈ ચૂકી છે કે જો આની સરખામણી દુનિયાના દેશોની અર્થવ્યવસ્થા (Economy) સાથે કરવામાં આવે તો તેઓ કેટલાય દેશોથી આગળ નીકળી જાય છે. વર્તમાનમાં દુનિયામાં માત્ર 21 દેશોની જીડીપી (GDP) 1 ટ્રિલિયન ડોલર કરતા વધારે છે. આ હિસાબે એલન મસ્કની વ્યક્તિગત સંપત્તિ દુનિયાની 22મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બરાબર પહોંચી ગઈ છે.

સ્પેસએક્સ બની સંપત્તિનું સૌથી મોટું કારણ

મસ્કની સંપત્તિનો સૌથી મોટો હિસ્સો સ્પેસએક્સમાં તેમની ભાગીદારીમાંથી આવે છે. રિપોર્ટ અનુસાર કંપનીમાં તેમની હિસ્સેદારીની કિંમત આશરે 866 અબજ ડોલર છે. આ સિવાય ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉનું ટ્વિટર), ન્યૂરાલિંક અને ધ બોરિંગ કંપનીમાં પણ તેમની મોટી હિસ્સેદારી છે.

ટેસ્લાથી શરૂ થઈ હતી સફર

54 વર્ષના એલન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેમણે ટેસ્લા અને સ્પેસએક્સ દ્વારા દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી. ટેસ્લાએ ઇલેક્ટ્રિક વાહનોની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી, જ્યારે સ્પેસએક્સે ખાનગી અંતરિક્ષ ક્ષેત્રને નવી દિશા આપી.

એલન પ્રીમિયમ પર દાવ લગાવી રહ્યા છે રોકાણકારો

માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે રોકાણકારો માત્ર કંપનીઓ પર નહીં, પરંતુ મસ્કના વિઝન પર દાવ લગાવી રહ્યા છે. આ જ કારણે તેમની કંપનીઓને મળતું વેલ્યુએશન હવે 'એલન પ્રીમિયમ' (Elon Premium) ના નામે ઓળખાય છે. જો કે, વિવેચકોનું માનવું છે કે કોઈ એક વ્યક્તિના હાથમાં આટલી આર્થિક અને વ્યાપારિક તાકાતનું કેન્દ્રિત થવું કેટલાય સવાલો પણ ઊભા કરે છે. આમ છતાં, રોકાણકારોનો ભરોસો મસ્ક પર સતત જળવાયેલો છે.

ઇતિહાસમાં પહેલીવાર

દુનિયાએ અત્યાર સુધી કેટલાય અબજોપતિઓ (Billionaires) જોયા છે, પરંતુ ટ્રિલેનિયરનો દરજ્જો મેળવનારા એલન મસ્ક પ્રથમ વ્યક્તિ બની ગયા છે. તેમની આ સિદ્ધિ માત્ર બિઝનેસ જગતમાં જ નહીં પરંતુ વૈશ્વિક આર્થિક ઇતિહાસમાં પણ એક નવો અધ્યાય જોડે છે.