Elon Musk Net Worth: એલન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના CEOએ ફ્રેન્ચ ઉદ્યોગપતિ બર્નાર્ડ અરનોલ્ટને પાછળ છોડી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોમાં મસ્કની સંપત્તિમાં વધારો થયો છે. પેરિસ ટ્રેડિંગના બર્નાર્ડ અરનોલ્ટના એલવીએમએચના શેરમાં 2.6 ટકાનો ઘટાડો થયો હતો.


બર્નાર્ડ અરનોલ્ટની કંપનીના શેરમાં મોટા ઘટાડાને કારણે મસ્ક ફરીથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં આ વર્ષે ટોચના સ્થાન માટે સ્પર્ધા જોવા મળી રહી છે. ક્યારેક મસ્ક તો ક્યારેક બર્નાર્ડ ટોચના સ્થાને હતા. જો કે, આ વર્ષે લાંબા સમય સુધી બર્નાર્ડ અરનોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા હતા અને મસ્ક બીજા સ્થાને હતા.


બર્નાર્ડ અરનોલ્ટના શેરમાં મોટો ઘટાડો


બર્નાર્ડ અરનોલ્ટ 74 વર્ષના ફ્રેન્ચ બિઝનેસ ટાયકૂન છે. ડિસેમ્બર 2022માં મસ્કને પાછળ છોડીને તેઓ પ્રથમવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. બર્નાર્ડ અરનોલ્ટે એલવીએમએચની સ્થાપના કરી, જે લુઈ વુઇટન, ફેન્ડી અને હેનેસી સહિતની બ્રાન્ડની માલિકી ધરાવે છે. બ્લૂમબર્ગ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ચીનના મહત્વના બજારમાં ધીમી આર્થિક વૃદ્ધિ વચ્ચે લક્ઝરી સેક્ટરમાં ઘટાડો આવ્યો છે. આવી સ્થિતિમાં એપ્રિલથી LVMHના શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે.


1 દિવસમાં 11 અબજ ડોલરનું નુકસાન


એક જ દિવસમાં બર્નાર્ડ અરનોલ્ટની કુલ સંપત્તિમાંથી 11 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. બીજી તરફ બુધવારે તેમની કુલ સંપત્તિમાં 5.25 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. હવે બર્નાર્ડની કુલ સંપત્તિ 187 અબજ ડોલર થઈ ગઈ છે. જોકે, આ વર્ષે તેમની સંપત્તિમાં 24.5 અબજ ડોલરનો વધારો થયો છે.


મસ્ક પાસે કેટલી સંપત્તિ હતી?


વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બનેલા મસ્કની સંપત્તિ વધીને 192 બિલિયન ડોલર થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર બુધવારે મસ્કની કુલ સંપત્તિમાં 1.98 બિલિયન ડોલરનો વધારો થયો છે. આ વર્ષે તેમની કુલ સંપત્તિમાં 55.3 બિલિયન ડોલરનો વધારો થયો છે.


Stock Market Opening: મિશ્ર વૈશ્વિક સંકેતોથી ભારતીય શેરબજારની સપાટ શરૂઆત, આ શેર્સ પર રહેશે ફોક્સ


Stock Market Opening, 1st June, 2023: મિશ્ર વૈશ્વિક સંકેતોથી ભારતીય શેરબજારની સપાટ શરૂઆત થઈ છે. આજના કારોબાર દરમિયાન કોલ ઈન્ડિયા, લોરસ લેબ સહિત અનેક શેર્સ પર નજર રહેશે.


પ્રી-ઓપનમાં જ દબાણ


આજના કારોબારની શરૂઆત પહેલા જ સ્થાનિક શેરબજાર રેડ ઝોનમાં ખુલવાના સંકેત દેખાઈ રહ્યા હતા. સિંગાપોરમાં NSE નિફ્ટી ફ્યુચર્સ SGX નિફ્ટી સવારે ખોટમાં ટ્રેડ થઈ રહ્યો હતો. આ સંકેત આપી રહ્યું હતું કે આજે સ્થાનિક બજાર દબાણ હેઠળ શરૂ થઈ શકે છે. પ્રો-ઓપન સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટ્યા હતા.


બજાર આ રીતે શરૂ થયું




 



સવારે 09:15 વાગ્યે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ લગભગ સ્થિર રહ્યો હતો. સવારે 09:35 વાગ્યે શરૂઆતી કારોબારમાં તે લગભગ 40 પોઈન્ટના વધારા સાથે 62,665 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી લગભગ 20 પોઈન્ટના ઘટાડા બાદ 18,560 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો હતો. દિવસના કારોબારમાં સ્થાનિક બજારમાં નુકસાનની શક્યતા છે