દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક Twitterને ખરીદવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ એક રિપોર્ટ અનુસાર, એલન મસ્ક ટ્વિટર સાથેની ડિલ કેન્સલ કરી શકે છે. જેને લઇને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. આ પાછળ અનેક કારણો જણાવવામાં આવી રહ્યા છે જેના કારણે એલન મસ્ક ટ્વિટર ડિલ રદ કરી શકે છે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સના અહેવાલ અનુસાર ચાર વર્ષ અગાઉ પણ એલન મસ્ક આવું કરી ચૂક્યા છે. તેમણે See’s Candiesને ટક્કર આપવા માટે કૈન્ડી કંપની ખોલવાની જાહેરાત કરી હતી. પરંતુ બાદમાં તેઓ પાછા હટી ગયા હતા. કાંઇક એવું જ તેઓ ટ્વિટર સાથે કરી શકે છે. જોકે એલન મસ્ક આ ડીલ રદ કરશે તો તેમને 1 બિલિયન ડોલરનો દંડ થઇ શકે છે કારણ તેને લઇને કંપની અને એલન મસ્ક વચ્ચે એક એગ્રીમેન્ટ થયો હતો જેમાં આ ડીલને રદ કરવાની સ્થિતિમાં જે પાર્ટી ડીલ રદ કરે તેને એક બિલિયન ડોલર દંડ સ્વરૂપે આપવા પડશે. આ ડીલ રદ કરવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ટ્વિટરમાં તેમની ભાગીદારીની જાણકારી બહાર આવ્યા બાદ તેમની કંપની ટેસ્લાના શેર સતત ઘટી રહ્યા છે. ટ્વિટર ડીલમાં કેટલાક પૈસા એલન મસ્ક ટેસ્લાના શેર વેચીને આપવાના છે પરંતુ શેરની કિંમત ઓછી રહેવાના કારણે તેઓને અહી સમસ્યા થઇ શકે છે.
બીજું કારણ ચીન હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટેસ્લા તેના અડધા વાહનોનું ઉત્પાદન ચીનમાં કરે છે અને કંપનીને ત્યાં પણ ઘણી આવક થાય છે. પરંતુ ચીનમાં ટ્વિટરનો બિઝનેસ બંધ છે. એટલે કે અહીં પણ ફ્રી સ્પીચ પ્લેટફોર્મ ઈચ્છતા મસ્કને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. Financial Timesને European Union Commissioner Thierry Bretonએ જણાવ્યું હતું કે જો કંપની હાર્મફુલ કન્ટેટ પર નજર નહી રાખે તો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. આ તમામ મુશ્કેલીઓથી બચવા માટે મસ્ક આ ડીલને રદ કરી શકે છે. બીજું સૌથી મોટું કારણ એ છે કે ટ્વિટરનો સ્ટોક હાલમાં તેની ઓફર પ્રાઇઝ કરતા 11 ટકા નીચે ટ્રેન્ડ કરી રહ્યો છે.