મુંબઇઃ દેશભરમાં હાલ લૉકડાઉનની સ્થિતિ છે, સામાન્ય નાગરિકો માટે કપરો સમય છે, ત્યારે કેટલીક બેન્કોએ પોતાના ગ્રાહકો પાસેથી ફોસલાવીને EMI વસૂલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, આને લઇને લોકોમાં ગુસ્સો ફેલાયો છે.
અગાઉ આરબીઆઇ અને નાણાં મંત્રાલયે કોરોના સામે ઝઝૂમી રહેલા નાગરિકો માટે EMIમાં મોરેટેરિયમ આપવાની જાહેરાત કરી છે, આ અંગે નૉટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યુ છે, છતાં કેટલીક બેન્કો અને એનબીએફસી હજુ પણ પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યાં.
હવે આ બેન્કોઓ એક નવી મૉડસ ઓપરેન્ડી અપનાવી છે, આમાં પ્રતિનિધિ નાગરિકોને ફોન કરી રહ્યાં છે, અને સરકાર તરફથી આપવામાં આવેલી રાહતની ખોટી અને ભ્રામક તસવીર લોકોને બતાવીને EMI વસૂલવાની પુરી કોશિશ કરી રહ્યાં છે. બેન્કો ગ્રાહકોને ફોસલાવીને EMI વસૂલવી રહી છે.
એવા કેટલાય કૉલ મુંબઇના ગ્રાહકોને આવી રહ્યાં છે, જેમાં એનબીએફસીના પ્રતિનિધિ આરબીઆઇના નૉટિફિકેશનનો હવાલો આપીને ખોટી તસવીર બતાવી રહ્યાં છે કે, આ સુવિધા બધા માટે નથી. આરબીઆઇએ આ સુવિધા માત્ર એવા લોકોને આપી છે, જેની સેલેરી લેટ આવી છે કે નથી આવી, બાકીનાઓ માટે આ નથી. જેમને આ સુવિધા લેવી હોય તેઓએ નિયોક્તા પાસેથી એક પ્રૂફ લઇને આપવુ પડશે કે તેમની સેલેરી નથી મળી કે લેટ મળશે, ત્યારે જ તેમને આ રાહત મળી શકશે.
ખાસ વાત છે કે આરબીઆઇ તરફથી ગ્રાહકોની EMIને લઇને 27 માર્ચે જ એક નૉટિફિકેશન આવી ગયુ હતુ. હવે બેન્કો આનો દુરપયોગ કરી રહી હોવાનો લોકો આરોપ લગાવી રહ્યાં છે.
RBIની જાહેરાત બાદ પણ બેન્કો ગ્રાહકોને ફોસલાવીને વસૂલી રહી છે EMI, લોકોમાં ગુસ્સો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Apr 2020 10:28 AM (IST)
ખાસ વાત છે કે આરબીઆઇ તરફથી ગ્રાહકોની EMIને લઇને 27 માર્ચે જ એક નૉટિફિકેશન આવી ગયુ હતુ. હવે બેન્કો આનો દુરપયોગ કરી રહી હોવાનો લોકો આરોપ લગાવી રહ્યાં છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -