EPF E-Nomination: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) વતી તમામ સભ્યોને ઈ-નોમિનેશન ભરવા માટે કહેવામાં આવે છે. કોઈપણ EPFO સભ્ય ઓનલાઈન UAN પોર્ટલની મુલાકાત લઈને સરળતાથી ઈ-નોમિનેશન ઓનલાઈન ફાઈલ કરી શકે છે અને તેના માટે એમ્પ્લોયર તરફથી કોઈ પ્રમાણપત્રની જરૂર નથી.
EPFO ઈ-નોમિનેશન ભરવાના ફાયદા
EPFO સભ્યના મૃત્યુનો દાવો માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ છે.
EPF ખાતામાં જમા નાણાં, પેન્શન અને વીમા (7 લાખ સુધી)નો લાભ કાયદેસરના વારસદારને કોઈપણ મુશ્કેલી વિના આપવામાં આવે છે.
તમારા દાવાની પેપરલેસ અને ઝડપી પતાવટ.
EPFOમાં ઈ-નોમિનેશન ભરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
તમારું UAN એક્ટિવ હોવું જોઈએ અને આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ.
તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ.
પ્રોફાઈલ ફોટો અને એડ્રેસ પણ અપડેટ કરવું જોઈએ.
નોમિનીનો સ્કેન કરેલ ફોટોગ્રાફ હોવો જોઈએ.
આધાર, IFSC સાથે બેંક એકાઉન્ટ નંબર અને સરનામું હોવું જોઈએ.
EPFO UAN પોર્ટલ પર ઈ-નોમિનેશન ઓનલાઈન કેવી રીતે ભરવું?
EPFO ની સત્તાવાર વેબસાઇટ epfindia.gov.in પર જાઓ.
UAN પોર્ટલ પર લોગિન કરો.
મેનેજ ટેબ પર જાઓ અને ઇ-નોમિનેશન પસંદ કરો.
તે પછી Provide Details ટેબ પર જાઓ અને Save પર ક્લિક કરો.
પછી કુટુંબ ઘોષણા અપડેટ કરવા માટે હા પર ક્લિક કરો. આધાર, નામ, જન્મ તારીખ, લિંગ, સંબંધ, સરનામું, બેંક ખાતાની માહિતી (વૈકલ્પિક) અને માંગેલી અન્ય માહિતી ભરો.
અહીં તમારે એક ફોટો પણ અપલોડ કરવાનો રહેશે અને તેની સાઈઝ 100KBથી વધુ ન હોવી જોઈએ.
પછી નોમિનીની માહિતી ભરો. તમે તમારા EPF ખાતામાં એક કરતાં વધુ નોમિની ઉમેરી શકો છો.
બધી માહિતી ભર્યા પછી, 'સેવ EPF નોમિનેશન' પર ક્લિક કરો.
આધાર લિંક્ડ મોબાઇલ નંબર પર OTP દ્વારા ઇ-સાઇન કરો.