કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના લાખો સભ્યો માટે રાહતના સમાચાર છે. EPFOએ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવવા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. EPFOના નવા નિયમો અનુસાર, હવે EPF સભ્યોને તેમના ક્લેમ સેટલમેન્ટ સુધી વ્યાજ મળશે, જેનાથી તેમને વધુ નાણાકીય લાભ મળશે અને ક્લેમની પ્રક્રિયા પણ ઝડપી થશે. નિયમોમાં આ ફેરફાર 30 નવેમ્બર 2024ના રોજ મળેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં કરવામાં આવ્યો છે.
સેટલમેન્ટ સુધી વ્યાજ મળશે
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન અનુસાર, "CBT એ EPF સ્કીમ, 1952ના પેરાગ્રાફ 60(2)(B)માં મહત્વપૂર્ણ સુધારાને મંજૂરી આપી છે. અગાઉના નિયમો હેઠળ, જો ક્લેમ મહિનાની 24મી તારીખ સુધીમાં સેટલ કરવામાં આવે તો વ્યાજ માત્ર મહિનાના અંત સુધી જ ચૂકવવામાં આવતુ હતું. હવે સદસ્યોને વ્યાજનો લાભ ક્લેમ સેટલમેન્ટની તારીખ સુધી મળશે, જેના કારણે તેમને વધુ નાણાકીય લાભ મળશે અને સેટલમેન્ટ પ્રક્રિયા પણ ઝડપી થશે.
નવા નિયમો ક્યારે અમલમાં આવશે ?
તમને જણાવી દઈએ કે નવા નિયમોને લાગુ કરવા માટે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. જ્યાં સુધી સરકાર તરફથી કોઈ સૂચના નહીં આવે ત્યાં સુધી જૂના નિયમો પર જ સમાધાન કરવામાં આવશે.
નવા નિયમથી શું ફાયદો થશે ?
1. નાણાકીય લાભોમાં વધારો: EPF સભ્યને ક્લેમ સેટલમેન્ટ સુધીના સમગ્ર સમયગાળા માટે વ્યાજ મળશે, પરિણામે વધુ વળતર મળશે.
2. ફરિયાદોમાં ઘટાડો: વ્યાજની ગણતરીમાં તફાવતને દૂર કરીને, સભ્યોને વ્યાજની ખોટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવાની શક્યતા ઓછી છે.
3. દાવાઓનો ઝડપી નિકાલ: નવા નિયમોના અમલ પછી, દાવાઓ એક મહિનામાં પતાવટ કરી શકાશે, જે સભ્યોને રાહત આપશે.
4. ઑપ્ટિમાઇઝ્ડ રિસોર્સ યુટિલાઇઝેશન: EPFO દાવાઓને વધુ અસરકારક રીતે પ્રક્રિયા કરી શકે છે, જેનાથી સારી સર્વિસ ડિલિવરી થાય છે.
ભારતમાં તમામ નોકરીયાત લોકોના PF ખાતા (પ્રોવિડન્ટ ફંડ) હોય છે, જેનું સંચાલન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) કરે છે. કર્મચારીનું PF ખાતા એક પ્રકારની બચત યોજના તરીકે કામ કરે છે. દર મહિને કર્મચારીના પગારના 12% ભાગ આ ખાતામાં જમા થાય છે. અને એટલો જ ભાગ, એટલે કે સરખી રકમ, કંપની પણ કર્મચારીના PF ખાતામાં જમા કરે છે.
Digital Ration Card: મેરા રાશન 2.0 એપ શું છે ? કઈ રીતે ડાઉનલોડ કરી શકો ડિજિટલ રાશન કાર્ડ ?