એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઈન્સેન્ટિવ (ELI) યોજનાના લાભો મેળવવા માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને એક્ટિવ કરવું અને બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે 2 ફેબ્રુઆરી 2025ના રોજ સત્તાવાર પરિપત્ર જારી કરીને આ સમયમર્યાદા 15 ફેબ્રુઆરી 2025 સુધી લંબાવી છે.
યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા કર્મચારીઓને આપવામાં આવેલ 12-અંકનો અનન્ય નંબર છે. આ કર્મચારી અને એમ્પ્લોયર બંને માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેની મદદથી કર્મચારી તેના EPF એકાઉન્ટ વિશે માહિતી મેળવી શકે છે અને તેને સુરક્ષિત રાખી શકે છે. UAN ની મદદથી કર્મચારીઓ પોતાનું PF બેલેન્સ ઓનલાઈન ચેક કરી શકે છે, PF ટ્રાન્સફર કરી શકે છે અને તેમાંથી પૈસા પણ ઉપાડી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજનાનો હેતુ નવા કર્મચારીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ હેઠળ, પ્રથમ વખત કર્મચારીઓને સરકાર દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા એક મહિનાના પગારના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ વધુમાં વધુ રૂ. 15,000 સુધીની હોઈ શકે છે અને તે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
કર્મચારીનો માસિક પગાર 1 લાખ રૂપિયાથી વધુ ન હોવો જોઈએ
- કર્મચારીનો UAN નંબર એક્ટિવેટ હોવો જોઈએ.- કર્મચારીના બેંક ખાતામાં આધાર લિંક હોવુ જોઈએ.- સરકાર દ્વારા આપવામાં આવતી આ સહાયની રકમ સીધી કર્મચારીના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.
તમે UAN કેવી રીતે એક્ટિવ કરી શકો છો?
1. EPFO ની સત્તાવાર વેબસાઇટ [unifiedportal-mem.epfindia.gov.in](https://unifiedportal-mem.epfindia.gov.in) પર જાઓ.2. "Important Links" વિભાગ પર જાઓ અને "Activate UAN" પર ક્લિક કરો.3. હવે તમારો UAN નંબર, આધાર નંબર, નામ, જન્મ તારીખ, આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.4. માહિતી ભર્યા પછી, ડિક્લેરેશન બોક્સને ચેક કરો અને "Get Authorization Pin" બટન પર ક્લિક કરો.5. તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર OTP આવશે, તેને એન્ટર કરો અને સબમિટ કરો.6. UAN એક્ટિવેટ થયા બાદ EPFO દ્વારા તમારા મોબાઈલ નંબર પર પાસવર્ડ મોકલવામાં આવશે.7. હવે UAN નંબર અને પાસવર્ડની મદદથી લોગ ઇન કરો.8. લોગ ઇન કર્યા પછી, તમે તમારો પાસવર્ડ બદલી શકો છો.
પત્નીના નામથી MSSC સ્કીમમાં 2 લાખ જમા કરો તો મેચ્યોરિટી પર કેટલા રુપિયા મળશે