EPF Rate Hike: એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ કહ્યું કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25 ટકા EPF દર નોટિફાય કરી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર EPFO એ આ માહિતી આપી છે. EPFO એ તેના પોસ્ટમાં લખ્યું કે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ પર જે વ્યાજ જાહેર કરવામાં આવ્યું છે તે તાજેતરના વર્ષોમાં સૌથી વધુ છે અને અન્ય તમામ નાની બચત યોજનાઓ, GPF અને PPF ના વ્યાજ દરો કરતાં વધારે છે.
એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને X પર લખ્યું, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડના સભ્યો માટે નાણાકીય વર્ષ 2023 24 માટે EPF પર 8.25 ટકા વ્યાજ દર સરકારે મે 2024માં જ નોટિફાય કરી દીધો છે. EPFO ના મતે સામાન્ય રીતે નાણાકીય વર્ષ પૂરું થયા પછી આગામી નાણાકીય વર્ષની પ્રથમ તિમાહીમાં EPF ના વ્યાજ દરની જાહેરાત કરવામાં આવે છે.
EPFO એ કહ્યું, નાણાકીય વર્ષ 2023 24 માટે EPF પર જે વ્યાજ જાહેર કરવામાં આવ્યું છે તે તાજેતરના વર્ષોમાં સૌથી વધુ છે જેથી EPF સભ્યોને વધુ લાભ મળી શકે. EPFO ના મતે EPF પર જાહેર કરાયેલો વ્યાજ દર, નાની બચત યોજનાઓ, GPF અને PPF પર મળતા વ્યાજ દરો કરતાં વધારે છે.
10 ફેબ્રુઆરી 2023ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે નાણાકીય વર્ષ 2023 24 માટે 8.25 ટકા EPF દરની જાહેરાત કરી હતી.