EPFO Pension News: સોશિયલ મીડિયા પર આજકાલ ખોટા સમાચારો ખૂબ જ ઝડપથી ફેલાતા હોય છે, જે સાચા માની લેવાની ભૂલ ઘણા લોકો કરી બેસે છે. તાજેતરમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના પેન્શનરો માટે એક સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકારે લઘુત્તમ પેન્શનની રકમ ₹1,000 થી વધારીને સીધી ₹7,500 કરી દીધી છે. જો તમે પણ આ સમાચાર વાંચીને ખુશ થઈ ગયા છો, તો થોભી જાવ! કારણ કે ખુદ EPFO એ સામે આવીને આ વાયરલ મેસેજ પાછળનું સાચું સત્ય જણાવ્યું છે. ચાલો જાણીએ આખી હકીકત શું છે.

શું છે આ વાયરલ દાવો?

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક સરકારી પરિપત્ર (સર્ક્યુલર) જેવો પત્ર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પરિપત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શ્રમ અને રોજગાર મંત્રાલયે 30 એપ્રિલથી EPS 95 હેઠળ લઘુત્તમ પેન્શનમાં વધારો લાગુ કરી દીધો છે. આ મેસેજ મુજબ, હવેથી તમામ પેન્શનરોને 1 મે, 2026 થી ₹1,000 ને બદલે દર મહિને ₹7,500 પેન્શન મળશે. આ સમાચાર સોશિયલ મીડિયા પર એટલી ઝડપથી ફેલાયા કે ખુદ સરકારી એજન્સીએ આ અંગે સ્પષ્ટતા કરવા મેદાનમાં આવવું પડ્યું.

Continues below advertisement
Continues below advertisement

EPFO એ શું ખુલાસો કર્યો?

આ વાયરલ દાવા અંગે સ્પષ્ટતા કરતા EPFO એ પોતાના સત્તાવાર 'X' (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. વિભાગે આ વાયરલ પરિપત્રની તસવીર શેર કરીને તેના પર મોટા અક્ષરે "Fake" (નકલી) લખીને લોકોને સાવચેત કર્યા છે. પોસ્ટના કેપ્શનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, "ધ્યાન આપો! લઘુત્તમ EPS પેન્શનમાં વધારા અંગે સોશિયલ મીડિયા પર ફરી રહેલો આ પત્ર સંપૂર્ણપણે નકલી છે."

આ પણ વાંચોઃ શું મિનિમમ પેન્શન ₹1000 થી વધીને સીધું ₹7500 થશે? લાખો કર્મચારીઓ માટે આવ્યા મોટા સમાચાર

પેન્શન વધારા અંગે હાલ શું સ્થિતિ છે?

અહીં એ નોંધવું જરૂરી છે કે, છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચોક્કસ ચાલી રહી છે કે વિભાગ પેન્શનની રકમ વધારવા પર વિચાર કરી શકે છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈપણ સત્તાવાર જાહેરાત કે નક્કર માહિતી આપવામાં આવી નથી. પેન્શનમાં કેટલો વધારો થશે અને તે ક્યારથી લાગુ પડશે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.

તેથી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા આધારહીન દાવાઓ સંપૂર્ણપણે પોકળ છે અને તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાથી બચવું જોઈએ. કોઈપણ સરકારી યોજનાની માહિતી માટે હંમેશા સત્તાવાર વેબસાઈટનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.

આ પણ વાંચોઃ EPFOની મોટી જાહેરાત: ATMથી ઉપાડી શકાશે PF, પેન્શન 7.5 ગણું વધવાની શક્યતા!