EPFO withdrawal rules: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના કરોડો ખાતાધારકો માટે મહત્વના ફેરફારો કર્યા છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 'EPFO 3.0' હેઠળ PF ઉપાડના નિયમોમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે. હવે લગ્ન, શિક્ષણ અને બેરોજગારીના સમયે પૈસા ઉપાડવાની મર્યાદા અને સમયગાળામાં ફેરફાર થયો છે. જાણો તમારા હક અને નવા નિયમો વિશે.

Continues below advertisement

નોકરીયાત વર્ગ માટે પ્રોવિડન્ટ ફંડ (PF) એ ભવિષ્યની સુરક્ષા અને મુસીબત સમયનો સાથી માનવામાં આવે છે. કર્મચારીઓની સુવિધા વધારવા અને સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે EPFO એ 'EPFO 3.0' લોન્ચ કર્યું છે. ગત 13 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં 'સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી' ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં PF ખાતામાંથી આંશિક ઉપાડ (Partial Withdrawal) ને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જે દરેક કર્મચારીએ જાણવા જરૂરી છે.

1. બેરોજગારી સમયે ઉપાડ (Unemployment Withdrawal) જો કોઈ કર્મચારીની નોકરી જતી રહે છે, તો તેવા સંજોગોમાં આર્થિક મદદ મળી રહે તે માટે નિયમો હળવા કરવામાં આવ્યા છે. જૂના નિયમ મુજબ, એક મહિનો બેરોજગાર રહ્યા બાદ 75% રકમ અને બાકીની 25% રકમ બે મહિના પછી મળતી હતી. પરંતુ નવા નિયમો અનુસાર, હવે કર્મચારી નોકરી છૂટ્યા બાદ તરત જ પોતાના PF બેલેન્સના 75% ઉપાડી શકે છે. જોકે, સંપૂર્ણ (100%) ઉપાડ માટે કર્મચારીએ સતત 12 મહિના સુધી બેરોજગાર રહેવું જરૂરી બનશે.

Continues below advertisement

2. શિક્ષણ અને લગ્ન પ્રસંગે રાહત સૌથી મોટો અને સકારાત્મક ફેરફાર શિક્ષણ અને લગ્નના ખર્ચ માટેના ઉપાડમાં થયો છે. અગાઉના નિયમો મુજબ, 7 વર્ષની નોકરી પછી જ સબ્સ્ક્રાઇબર્સ તેમના યોગદાનના 50% ઉપાડી શકતા હતા અને તેની મર્યાદા શિક્ષણ માટે 3 વખત અને લગ્ન માટે 2 વખત હતી. હવે EPFO 3.0 માં આ ફ્રિકવન્સી વધારી દેવામાં આવી છે. હવે નોકરી દરમિયાન શિક્ષણના હેતુ માટે 10 વખત અને લગ્ન સંબંધિત ખર્ચ માટે 5 વખત સુધી ફંડ ઉપાડવાની છૂટ આપવામાં આવી છે.

3. ઘર ખરીદવું અથવા બાંધકામ પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે PF ના પૈસાનો ઉપયોગ કરનારાઓ માટે પણ નિયમો બદલાયા છે. પહેલા 24 થી 36 મહિનાની નોકરી બાદ ઘર માટે પૈસા ઉપાડી શકાતા હતા. પરંતુ હવે નવા નિયમો અંતર્ગત, ઘર ખરીદવા અથવા બનાવવા સહિતના તમામ આંશિક ઉપાડ માટે કર્મચારીની ઓછામાં ઓછી 12 મહિનાની સેવા (Service) અનિવાર્ય કરવામાં આવી છે.

4. પેન્શન અને કંપની બંધ થવાના કિસ્સામાં પેન્શન ફંડના ઉપાડને લઈને નિયમ થોડો કડક બન્યો છે. જૂના નિયમમાં 2 મહિનાની બેરોજગારી બાદ પેન્શનના પૈસા ઉપાડી શકાતા હતા, પરંતુ હવે કર્મચારીએ પેન્શન ફંડ ઉપાડવા માટે 36 મહિના એટલે કે 3 વર્ષ રાહ જોવી પડશે. બીજી તરફ, જો કોઈ કંપની કાયમી ધોરણે બંધ થઈ જાય, તો પહેલા કર્મચારી પૂરેપૂરા પૈસા ઉપાડી શકતો હતો, પરંતુ હવે તે EPF ભંડોળના માત્ર 75% જ ઉપાડી શકશે, જેથી તેના ખાતામાં ઓછામાં ઓછું 25% બેલેન્સ જળવાઈ રહે.

5. મેડિકલ ઈમરજન્સી (તબીબી ખર્ચ) બીમારીના સમયે પૈસા ઉપાડવા માટેના માળખામાં બહુ ફેરફાર નથી, પરંતુ શરત ઉમેરાઈ છે. અગાઉ કર્મચારી 6 મહિનાનો બેઝિક પગાર અને DA અથવા પોતાના યોગદાન (જે ઓછું હોય તે) જેટલી રકમ ઉપાડી શકતો હતો. નવા નિયમોમાં આ લાભ યથાવત છે, પરંતુ હવે આ સુવિધાનો લાભ લેવા માટે પણ 12 મહિનાની નોકરીની શરત લાગુ કરવામાં આવી છે.