ભારતીય રીઝર્વ બેંક (RBI) દ્વારા ડિસેમ્બરમાં યોજાનારી આગામી નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકમાં રેપો રેટમાં ઘટાડો થવાની ધારણા છે. જો રેપો રેટમાં ઘટાડો થશે તો એફડી પર વ્યાજ દરમાં ઘટાડાનો તબક્કો શરૂ થશે. તેથી નાણાકીય નિષ્ણાતો કહે છે કે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મોટું વ્યાજ મેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે. જો તમે પણ FDમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને તે બેંકોની યાદી આપી રહ્યા છીએ જે 3 વર્ષની FD પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે.

સરકારી બેંકો કરતા ખાનગીમાં વધુ વ્યાજ

જો આપણે સરકારી બેંકોની વાત કરીએ તો વ્યાજ દરો થોડા ઓછા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સામાન્ય નાગરિકોને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.25 ટકા વ્યાજ આપી રહી છે. પંજાબ નેશનલ બેંક 3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ત્રણ વર્ષની ફિક્સ ડિપોઝીટ પર સામાન્ય નાગરિકોને 6.7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.2 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

બેંક સામાન્ય લોકોને આ વ્યાજ મળે છે (%) વરિષ્ઠ નાગરિકોને આ વ્યાજ મળે છે (%) 
એચડીએફસી બેંક  7  7.5 
આઈસીઆઈસીઆઈ બેંક  7.5 
એસબીઆઈ બેંક  6.75  7.25 
પંજાબ નેશનલ બેંક   7  7.5
યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા  6.7  7.2
ફેડરલ બેંક  7.5
કોટલ મહિંદ્રા બેંક  7.6

ખાનગી બેંકમાં કેટલું વ્યાજ મળે છે

HDFC બેંક તેની ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા વ્યાજ ઓફર કરે છે. ICICI બેંક પણ સામાન્ય અને વરિષ્ઠ નાગરિકો માટે સમાન દર એટલે કે 7 ટકા અને 7.5 ટકા ઓફર કરે છે. અન્ય ખાનગી ધિરાણકર્તા કોટક મહિન્દ્રા બેંક તેની 3 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.6 ટકા વ્યાજ ઓફર કરે છે. આ દરો 15 જૂનથી અમલમાં આવ્યા હતા. ફેડરલ બેંક પણ સામાન્ય અને વરિષ્ઠ નાગરિકોને તેની 3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર અનુક્રમે 7 ટકા અને 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે.  જો તમે પણ FDમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો સમય સૌથી શ્રેષ્ઠ છે.   

રાશન કાર્ડ ધારકો પાસે માત્ર આટલા દિવસ બાકી, પછી આ વસ્તુઓ મળતી બંધ થઈ જશે