GDP Data for 2nd Quarter Declared: આ નાણાકીય વર્ષમાં જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે  બીજા ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર (GDP) 8.4 ટકા રહ્યો.  જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી 20.1 ટકા હતો. જ્યારે ગત  વર્ષ 2020-21 ના ​​સમાન બીજા ત્રિમાસિક ગાળામાં, જીડીપી - 7.5 ટકા (નકારાત્મક 7.5%) હતો. આંકડા કચેરીએ આ આંકડા જાહેર કર્યા છે.



બીજા ક્વાર્ટરમાં જીડીપી 8.4% રહ્યો


આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય તરફથી એવું કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ક્વાર્ટરમાં જીડીપી રૂ. 35.73 લાખ કરોડ પર પહોંચી ગયો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 32.97 લાખ કરોડ હતો.



NSO દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં એવું કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ક્વાર્ટરમાં ઉત્પાદન ક્ષેત્રની ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) વૃદ્ધિ 5.5 ટકા હતી. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં તેમાં -1.5 ટકાનો વધારો નોંધાયો હતો. કૃષિ ક્ષેત્રની GVA વૃદ્ધિ 4.5 ટકા રહી છે   ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 3.0 ટકા રહી હતી. આ નાણાકીય વર્ષમાં જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે  બીજા ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર (GDP) 8.4 ટકા રહ્યો.  જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી 20.1 ટકા હતો. 


કન્સ્ટ્રક્શન સેક્ટરમાં 7.5 ટકાનો જીવીએ ગ્રોથ  રહ્યો. ગયા વર્ષે એપ્રિલ-જુલાઈ ક્વાર્ટર દરમિયાન તે 7.2 ટકા રહ્યો હતો. ખાણકામ ક્ષેત્રે 15.4 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. ક્વાર્ટરમાં વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય ઉપયોગિતા સેવાઓમાં 8.9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ગયા વર્ષના સમાન સમયગાળામાં 2.3 ટકાનો વિકાસ દર નોંધાયો હતો.


તેવી જ રીતે, વેપાર, હોટેલ, પરિવહન, સંદેશાવ્યવહાર અને પ્રસારણ સંબંધિત સેવાઓમાં 8.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. તેવી જ રીતે, નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓમાં 7.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.