શોધખોળ કરો

ફક્ત એક ઓર્ડર અને આ કંપનીના શેરમાં આવ્યો જોરદાર ઉછાળો; લાગી અપર સર્કિટ, રોકાણકારોને આપ્યું 7,950% નું રિટર્ન

Multibagger Stock: GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડના શેરમાં બુધવાર, 11 ફેબ્રુઆરીના રોજ જોરદાર ઉછાળો જોવા મળ્યો. તે 5% ની અપર સર્કિટ પર પહોંચ્યા. ચાલો આ સ્ટોક વિશે વધુ જાણીએ...

GHV Infra Projects Multibagger Stock: શેરબજારમાં બુધવાર, 11 ફેબ્રુઆરીએ GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રમાં સ્ટોકે 15 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે.

આ તેજી પાછળ કંપનીને મળેલા એક મોટા વર્ક ઓર્ડરને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ કારણે કંપનીના સ્ટોક પર રોકાણકારોની ખાસ નજર બનેલી છે. રિટર્નના આંકડાની વાત કરીએ તો, છેલ્લા 5 વર્ષમાં કંપનીના શેરોએ રોકાણકારોને 7,950 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. ચાલો જાણીએ આ સ્ટોક વિશે...

નવા પ્રોજેક્ટની જાહેરાતથી શેરમાં ઉછાળો

GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સના શેરમાં તેજી ત્યારે જોવા મળી જ્યારે કંપનીએ 10 ફેબ્રુઆરીએ એક મોટા વર્ક ઓર્ડરની જાણકારી આપી. કંપનીના જણાવ્યા અનુસાર, તેને હરિયાણામાં વોટર સ્ટોરેજ પોન્ડ (પાણી સંગ્રહ માટેના તળાવ) ના નિર્માણનો કોન્ટ્રાક્ટ MHK Buildcon LLP કંપની તરફથી મળ્યો છે. આ પ્રોજેક્ટની કુલ વેલ્યુ 135 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે.

આ કામ પૂર્ણ કરવા માટે કંપનીને 22 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેનાથી આગામી સમયમાં તેની આવકમાં વધારો થવાની આશા છે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ સંપૂર્ણપણે ઘરેલું પ્રોજેક્ટ છે અને તેમાં પ્રમોટર કે કોઈ ગ્રુપ કંપનીની કોઈ ભાગીદારી નથી. આ સમાચાર બાદ શેર રોકેટની જેમ દોડવા લાગ્યા હતા.

રોકાણકારોને મળ્યું મલ્ટિબેગર રિટર્ન

કંપનીના રિટર્ન આંકડા પર નજર કરીએ તો, આ શેર લાંબા ગાળે રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે. છેલ્લા 5 વર્ષમાં આ સ્ટોકે શેરધારકોને 7,950 ટકાથી વધુનો નફો આપ્યો છે. તે જ સમયે, છેલ્લા ત્રણ વર્ષમાં તેમાં લગભગ 6800 ટકાની જબરદસ્ત તેજી જોવા મળી છે, જેનાથી રોકાણકારોને મોટો નફો કમાવવાની તક મળી છે.

શેરબજારમાં કંપનીની સ્થિતિ

GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડના શેરમાં બુધવાર, 11 ફેબ્રુઆરીએ ભારે તેજી જોવા મળી હતી. ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેર પર અપર સર્કિટ લાગી હતી. દિવસના અંતે કંપનીનો શેર 4.98 ટકા અથવા 12.45 રૂપિયા ઉછળીને 262.35 રૂપિયા પર બંધ થયો હતો. દિવસની શરૂઆત શેરોએ 262.35 રૂપિયા પર કરી હતી. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 362.40 રૂપિયા છે અને 52 સપ્તાહનું લો લેવલ 32.86 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ આશરે 1,809 કરોડ રૂપિયા છે.

ડિસ્ક્લેમર: (અહીં આપેલી માહિતી ફક્ત જાણકારીના હેતુ માટે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે બજારમાં રોકાણ કરવું બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય અહીં રોકાણ કરવાની ભલામણ કરતું નથી.)

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
50 હજાર પગાર છે તો રિટાયરમેન્ટ પર 5.5 કઇ રીતે આપશે EPFO એકાઉન્ટ ? સમજો ગણિત
50 હજાર પગાર છે તો રિટાયરમેન્ટ પર 5.5 કઇ રીતે આપશે EPFO એકાઉન્ટ ? સમજો ગણિત
Gold Price: યુદ્ધ વચ્ચે સસ્તું થઈ રહ્યું છે સોનું! શું આ ખરીદી કરવાનો છે યોગ્ય સમય? 
Gold Price: યુદ્ધ વચ્ચે સસ્તું થઈ રહ્યું છે સોનું! શું આ ખરીદી કરવાનો છે યોગ્ય સમય? 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ
Hun To Bolish : હું તો બોલીશ : લાઈસન્સ વગર નહીં વેચાય દૂધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
ઇરાકમાં અમેરિકાનું એક સૈન્ય રિફ્યુલિંગ પ્લેન ક્રેશ, રાહત અને બચાવ કાર્ય ચાલુ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોનું થઈ ગયું સસ્તું, ચાંદીમાં ફરી તેજી, ચેક કરી લો લેટેસ્ટ કિંમત 
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Embed widget