એમસીએક્સમાં સોનાની ચમક વધી
એમસીએક્સમાં સોનાની કિંમત 0.3 ટકા એટલે કે 140 રૂપિયાના ઉછાળા સાથે 47,381 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ જ્યારે ચાંદીની કિંમત 0.79 ટકા એટલે કે 552 રૂપિયા વધીને 70,681 રૂપિયાએ પહોંચી ગઈ છે. સોમવારે દિલ્હી માર્કેટમાં હાજરમાં સોનું 19 રૂપિયા ઘટીને 46826 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહ્યું હતું જ્યારે ચાંદીમાં 646ના ઉછાળા સાથે 69072 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી હતી. અમદાવદામાં મંગળવારે હાજરમાં સોનું 47127 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાતું હતું જ્યારે ગોલ્ડ ફ્યૂચર 47447 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
વૈશ્વિક બજારમાં સોનામાં ઉછાળો
વૈશ્વિક બજારમાં સોનું 0.1 ટકાના ઉછાળા સાથે 1820.71 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. યૂએસ ગોલ્ડ ફ્યૂચરમાં 0.1 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે 1822.10 ડોલર પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદી 0.2 ટકાના વધારા સાતે 27.63 પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. પ્લેટિનમમાં એક ટકાનો ઉછાળો આવ્યો છે અને તે 1315.31 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. 2014 બાદ આ પ્લેટિમની સર્વોચ્ચ સપાટી છે. જ્યારે ઓટો સેક્ટરમાં ઉપયોગ થનાર પ્લેડિયમ 0.3 ટકાના ઉછાળા સાથે 2394.57 ડોલર પર પહોંચી ગયું છે.
વૈશ્વિક બજારમાં હાલમાં ગોલ્ડમાં ઉતાર ચડાવ ચાલુ રહેવાની સંભાવના છે. વિશ્વભરમાં ગોલ્ડ ઈટીએફમાંથી રોકાણ પાછુ ખેંચાઈ રહ્યું છે. જ્યારે અમેરિકન માર્કેટમાં સોનામાં સામાન્ય ઉછાળો આવ્યો છે કારણ કે રાહત પેકેજની સંભાવના મજબૂત બની છે. તેનાથી મોંઘવારી વધી સકે છે. મોંઘવારીને હેજિંગ માટે ગોલ્ડમાં ઉછાળો આવ્યો છે.