અમેરિકામાં સ્ટિમ્યુલસ પેકેજને મંજૂરી મળ્યા બાદ અર્થવ્યવસ્થામાં સુધારાની ધારણાએ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં નરમાશ જોવા મળી છે. તેની ભારતીય બજાર પણ અસર પડી રહી છે. બુધવારે એમસીએક્સમાં સોનું 0.25 ટકા ઘટીને 44744 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદીની કિંમત 0.74 ટકા ઘઠીને 67011 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી.
દિલ્હી માર્કેટમાં વધી સોનાની કિંમત
બુધવારે અમદાવાદ ગોલ્ડ માર્કેટમાં હાજરમાં સોનાની કિંમત 44451 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાઈ રહી હતી. જ્યારે ગોલ્ડ ખ્યૂચર 44763 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સોમવારે દિલ્હીના ગોલ્ડ માર્કેટમાં કિંમત વધીને 44150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહી હીત. જ્યારે એક દિવસ પહેલા કિંમત 43860 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. ચાંદીની કિંમત 66200 રૂપિયા પ્રતિ કિલો રહી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ઉતાર-ચડાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં હાજરમાં સોનું એક ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. સોમવારે તેની કિંમત 1716.51 ડોલર પ્રતિ ડોલર રહી છે. જ્યારે યૂએસ ગોલ્ડ ફ્યૂચરમાં 0.2 ટકા ઘટાડો આવ્યો છે અને તે 1714.20 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. મંગળવારે અમેરિકાની સંસદમાં રાહક પેકેજને મંજૂરી મળ્યા પહેલા અને બાદમાં પણ સોના ચાંદીમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે.
ભારતીય બજારમાં સોનામાં ઘટાડો જોવા મળી શકે છે
જ્યાં સુધી ભારતીય બજારનો સવાલ છે તો વિશ્લેષકોનું માનવું છે કે, હાલમાં અહીં સોનાની કિંમતમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. જોકે 44300 પર સપોર્ટ છે. જ્યારે 45000 પ્રતિકારક સપાટી છે. ચાંદીમાં પણ ઉતાર ચડાવ જોવા મળી શકે છે અને તે 66200 નજીક સપોર્ટ લઈ શકે છે. 67500 પ્રતિકારક સપાટી છે. બીજી બાજુ વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ મંગળવારે 0.1 ટકા ઘટીને 1061.98 ટન પર પહોંચી ગયું છે. એક દિવસ પહેલા તે 1063.43 ટન પર હતું. સોનામાં રોકાણકારોનો રસ ધીમે ધીમે ઘટી રહ્યો છે.