Gold Rate: સારા યૂએસ બોન્ડ યીલ્ડ અને યૂએસ ડોલરની મજબૂતીની વચ્ચે પશ્ચિમી દેશોમાં કોરોના કેસ વધવાને કારણે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો છે. વૈશ્વિક માર્કેટની અસરથી ભારતીય બજારમાં ગોલ્ડ અને ચાંદીની કિંમત વધી છે. એમસીએક્સમાં મંગળવારે સોનું 0.74 ટકા વધીને 49410 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. ચાંદીની કિંમતમાં 0.57 ટકાનો ઉછાળો આવ્યો અને 66279 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. વિતેલા દિવસે સોનાના ભાવમાં 0.53 ટકાનો ઘટાડો આવ્યો હતો.


દિલ્હી માર્કેટમાં સોના-ચાંદીની વધી ચમક

દિલ્હી ગોલ્ડ માર્કેટમાં સતત બીજા દિવસે એટલે કે મંગળવારે સોનું 297 રૂપિયા વધીને 48946 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે. આ પહેલાના દિવસે સોનું 48649 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું હતું. ચાંદીની કિંમત પણ આ દરમિયાન 1404 રૂપિયાની તેજી સાથે 65380 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે જે આ પહેલના દિવસે 63976 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.

વૈશ્વિક માર્કેટમાં સોનામા ઉછાળો

વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું 0.1 ટકા વધીને 1856.86 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. નબળા ડોલરને કારણે સોનું સસ્તું થયું છે. ડોલર ઇન્ડેક્સ 0.14 ટકાના ઘટાડા સાથે 89.938 પર પહોંચી ગયો છે. વિતેલા કેટલાક દિવસોથી સોના અને ચાંદીમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. જોકે હાલમાં પશ્ચિમી દેશોમાં કોરોના સંક્રમણના કેસ વધવાથી સોનામાં ઉછાળો આવ્યો છે. અમેરિકામાં ડોલરમાં ઉતાર ચડાવ, વધતા કોરોના વાયરસના કેસ અને તેમાં સંબંધિત પ્રતિબંધોથી સોનાની કિંમત વધી છે. જો પશ્ચિમી દેશોમાં નવા કોરોના વાયરસામાં હજુ પણ આગળ વધારો થશે તો સોનાની કિંમતમાં આગળ પણ તેજી યથાવત રહી શકે છે.