દિલ્હી માર્કેટમાં સોનામાં ઘટાડો
ગુરુવારે દિલ્હી હાજરમાં સોનું 109 રૂપિયા ઘટીને 48183 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદીની કિંમત 146 રૂપિયા ઘટીને 65031 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. અમદાવાદમાં શુક્રવારે હાજરમાં સોનું 48819 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 48799 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બોલાતું હતું.
વૈશ્વિક બજારમાં સોનાના ભાવ સ્થિર
વૈશ્વિક બજારમાં શુક્રવારે સોનાના ભાવ સ્થિર રહ્યા છે. સોનાની કિંમત 1804.91 ડોલર પ્રતિ ઔંસ રહી. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા વધીને 1839.70 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. જોકે ડોલરની કિંમતમાં વધારો થયો માટે ગોલ્ડની કિંમતમાં વધારો થયો છે. ચાંદીની કિંમતમાં ઘટાડો આવ્યો અને તે 0.7 ટકા ઘટીને 26.18 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ હતી.