આ સપ્તાહે સોના ચાંદીમાં મોટો ઘટાડો નોંધઆયો છે. આ સપ્તાહે સોનું 1762 રૂપિયા સસ્તું થઈને 47266 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર આ સપ્તાહની શરૂઆત પહેલા સોનું 49028 રૂપિયા પર હતું. એટલે કે સોનું પોતાની ઉચ્ચ સપાટી 56200 રૂપિયાથી અંદાજે 9000 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે ચાંદીની કિંમતમાં પણ અંદાજે 3000 રૂપિયા પ્રતિ કિલોએ ઘટાડો નોંધાયો છે.
ચાંદી પણ 3500 રૂપિયા સસ્તી થઈ
વિતેલા 1 સપ્તાહમાં ચાંદી પણ 3452 રૂપિયા સસ્તી થઈને 68687 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. વિતેલા સપ્તાહે જ્યારે માર્કેટ બંધ થયું એટલે કે 11 જૂનના રોજ 72139 રૂપિયા પર ચાંદી બંધ રહી હતી.
વૈશ્વિક બજારમાં પણ સોનું 1764 અમેરિકન ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે જે એક સપ્તાહ પહેલા 1880 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. નિષ્ણાંતોનું કહેવું છે કે અમેરિકન ફેડરલ બેંગે વર્ષ 2023ના અંતમાં વ્યાજ દરપમાં 2 વખત વધારાની વાત કર્યા બાદ લોકો સોનામાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે. તેના કારણે સોનામાં કડાકો બોલી ગયો છે અને આવનારા દિવસોમાં હજી સોનું ઘટીને 46800 રૂપિયા સુધી જઈ શકે છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોનાના મહામારીને કારણે દેશમાં મોંઘવારી વધી છે. જ્યારે પણ મોંઘવારી વધે ત્યારે તેનો લાભ સોનાને મળથો હોય છે. જ્યારે હવે લોકડાઉન ખુલી જવાથી લગ્નસરાની ખરીદી નીકળી શકે છે જેના કારણે સોનાની માગ વધશે.
દેશમાં આર્થિક ગતિવિધિઓમાં સુધઆરાની સાથે જ સોનાની માગ પણ વધવા લાગી છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર એપ્રિલમાં 6.3 બિલિયન ડોલર એટલે કે અંદાજે 46000 કોરડ રૂપિયાનું સોનું આયાત કરવામાં આવ્યું છે. એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં માત્ર 2.82 મિલિયન ડોલર એટલે કે અંદાજે 21.61 કરોડ રૂપિયાનું સોનું આયાત કરવામાં આવ્યું હતું.
મોંઘવારીનો ડબલ ડોઝઃ દશના 217 જિલ્લામાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર, પાંચ રાજ્યોમાં તો.....