Gold Price in Coming Months: મલ્ટી કોમોડિટી એક્સચેન્જના ડેટા અનુસાર, સોનાની કિંમત ગઈ કાલે 47,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ છે. સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થઈ રહ્યો છે.


જોકે કોમોડિટી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં રૂપિયાના મૂલ્યમાં થયેલા વધારાને કારણે તેના ભાવ ચોક્કસપણે નીચે આવ્યા છે, પરંતુ ભારતમાં તહેવારોની સિઝનમાં તેના ભાવો વિક્રમી સ્તરે પહોંચી શકે છે. નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી છે કે સોનાની કિંમત વર્ષના અંત સુધીમાં 56,191 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે.


છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓને કારણે સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં તહેવાર અને લગ્નની સિઝન શરૂ થયા બાદ સોનાના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળશે. સોનાની કિંમત 1680 ડોલર પ્રતિ ઔંસથી 1960 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચવાની શક્યતા છે. ભારતમાં આ કિંમત 52,500 પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચશે અને વર્ષના અંત સુધીમાં 56,191 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે.


આ કોરોનાની ત્રીજી લહેરની અસર હશે


નિષ્ણાતોના મતે, કોરોનાની ત્રીજી લહેરને કારણે અમેરિકા અને અન્ય યુરોપિયન દેશોની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ ધીમી થવાની ધારણા છે. આ સાથે અમેરિકામાં કોરોનાના વધતા પ્રકોપથી બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. ભારત સહિત વિશ્વના અન્ય દેશોને પણ તેની અસર થઈ છે.


આ સાથે નિષ્ણાતો માને છે કે આ સમય સોનું લેવા માટે ખૂબ જ સારો છે કારણ કે આવનારા કેટલાક મહિનાઓમાં સોનાની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી જશે. તેથી જો તમે પણ સોનું લેવાનું વિચારી રહ્યા છો, તો જલદીથી યોજના બનાવો અને સોનું અને ચાંદી ખરીદી લો.


મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ


નોંધનીય છે કે, લોકો સોનાના ભાવ ઘર બેઠે સરળતાથી જાણી શકે છે. તેના માટે તમારે માત્ર એક નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે અને તમારા ફોન પર મેસેજ આવી જશે, જેમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.