Gold Silver Rate Today: વૈશ્વિક બજારમાં સોનામાં ઘટાડાની વચ્ચે દિલ્હી ગોલ્ડ માર્કેટમાં મંગળવારે સોનાની કિંમતમાં 40 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હીમાં હવે 10 ગ્રામ સોનાની કિંમત 49 હજાર 140 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે એક કિલો ચાંદીની કિંમત હવે 68 હજાર 710 રૂપિયા થઈ ગઈ છે.


સોનું 47093 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું


આ પહેલાના કારોબારી સત્રમાં સોનું 47093 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું હતું. ચાંદી પણ 97 રૂપિયાના ગઠાડા સાથે 66,856 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી. વિતેલા કારોબારી સત્રમાં ચાંદીનો ભાવ 66,953 રૂપિયા પ્રતિ કિલો હતો. વૈશ્વિક બજારમાં સોનામાં ઘટાડા સાથે 1805 ડોલર પ્રતિ ઔંસ રહ્યું હતું જ્યારે ચાંદી 25.39 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ હતી.


મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર સોનામાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. સોનાનો ઓગસ્ટ વાયદો 180 રૂપિયાની તેજી સાથે 48274 રૂપિયાની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદીનો સપ્ટેમ્બર વાયદો 194 રૂપિયાની તેજી સાથે 67440 રૂપિયાની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે.


વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ આશરે સાડા ત્રણ ટકા તૂટી જતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર નેગેટીવ પડી હતી. સામે વિશ્વબજારમાં કોપરના ભાવ ગઈકાલે ત્રણથી સવા ત્રણ ટકા તૂટતાં વૈશ્વિક ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળઅયો હતો. 


દેશના મુખ્ય શહેરમાં સોનાના ભાવ


અમદાવાદમાં આજે સવારે સોના-ચાંદીના ભાવ


22ct Gold : Rs. 47500, 24ct Gold : Rs. 49500, Silver Price : Rs. 67500


બેંગલુરુમાં આજે સવારે સોના-ચાંદીના ભાવ


22ct Gold : Rs. 45000, 24ct Gold : Rs. 49090, Silver Price : Rs. 67500


ભુવનેશ્વરમાં આજે સવારે સોના-ચાંદીના ભાવ


22ct Gold : Rs. 47210, 24ct Gold : Rs. 49490, Silver Price : Rs. 67500


ચંદીગઢમાં આજે સવારે સોના-ચાંદીના ભાવ


22ct Gold : Rs. 47150, 24ct Gold : Rs. 51440, Silver Price : Rs. 67500


ચેન્નઈમાં આજે સવારે સોના-ચાંદીના ભાવ


22ct Gold : Rs. 45660, 24ct Gold : Rs. 49810, Silver Price : Rs. 72300


કોયમ્બતુરમાં આજે સવારે સોના-ચાંદીના ભાવ


22ct Gold : Rs. 45660, 24ct Gold : Rs. 49810, Silver Price : Rs. 72300