વૈશ્વિક બજારમાં હાજરમાં કિંમતમાં તેજીનું વલણ જોવાયા બાદ 14 જુલાઈના રોજ ભારતીય બજારમાં સોનામાં તેજી સાથે કારોબાર શરૂ થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ઓગસ્ટ વાયદો 9.30 કલાકે 10 ગ્રામનો ભાવ 0.19 ટકાની તેજી સાથે 47980 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર ચાંદી વાયદો 0.01 ટકાની તેજી સાથે 69086 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. નોંધનીય છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકામાં CPI અને કોર CPIમાં અનપેક્ષિત ઉછાળો જોવા મળ્યા બાદ 13 જુલાઈના રોજ સોના અને ચાંદી ઉચ્ચ સપાટીથી નીચે આવી ગઈ હતી.


સોનાની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધારો


જ્યારે ભારતમાં સોનાની કિંમત આજે 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી છે. સોનાના રેટમાં વધારા બાદ પણ 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 47000 રૂપિયાથી નીચે રહી. આ ભાવ ગુડ રિટર્ન્સ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.


ભારતના મેટ્રો શહેરમાં આજે સોનાના ભાવ



  • મુંબઈમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ  46900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 47900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 46960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 51210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 45220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 47310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 50010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ  44810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ  સોનાનો ભાવ 48890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • હૈદ્રાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 44810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 48890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • કેરળમાં 22 કેરેટ સોનાનો ભાવ 44810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 48890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

  • અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 47310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.


ભારતમાં સોનાના ભાવ રાજ્ય અને શહેર પ્રમાણે અલગ અલગ હોય છે કારણ કે સોના પર અનેક પ્રકારના ટેક્સ લગાવવામાં આવે છે જેના દર અલગ અલગ હોય છે.