શોધખોળ કરો

બુલિયન માર્કેટમાં ખળભળાટ: સોનું 3% અને ચાંદી 4% તૂટી, જાણો હવે આગળ શું થશે?

gold price crash today: અમેરિકા-ઈરાન ટેન્શન અને મોંઘા ક્રૂડ ઓઈલની અસરથી બજાર ગગડ્યું; આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં કિંમતો તૂટતા રોકાણકારોની ચિંતા વધી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો; રોકાણકારોને ફટકો પડ્યો.
  • વૈશ્વિક તણાવ, ક્રૂડ-ડોલરની મજબૂતી ઘટાડાનું મુખ્ય કારણ બન્યું.
  • ચાંદી ₹10,000, સોનું ₹4,300 ઘટ્યું; બજારમાં માંગ ઘટી.

gold price crash today: સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર છે. બુધવારે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે. ચાંદીના ભાવમાં સીધો 10,000 રૂપિયાનો અને સોનામાં 4,300 રૂપિયાનો જંગી ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના જિયો-પોલિટિકલ ટેન્શન, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને મજબૂત અમેરિકન ડોલરની સીધી અસર કિંમતી ધાતુઓ પર પડી છે. જેનાથી સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીની માંગ ઘટી છે અને તેના ભાવ પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.

સ્થાનિક બજારની વાત કરીએ તો, 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 4,300 રૂપિયા એટલે કે લગભગ 3 ટકાનો ઘટાડો થતાં નવો ભાવ 1,56,000 રૂપિયા થઈ ગયો છે. અગાઉ મંગળવારે આ ભાવ 1,60,300 રૂપિયા હતો. બીજી તરફ, ચાંદીના રોકાણકારોને પણ મોટો ફટકો પડ્યો છે. ચાંદીમાં લગભગ 4 ટકાનો કડાકો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ 10,000 રૂપિયા ઘટીને પ્રતિ કિલો 2,45,700 રૂપિયા પર આવી ગયા છે, જે એક દિવસ પહેલા 2,55,700 રૂપિયા પર બંધ થયા હતા.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક તણાવ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના ટેન્શનને કારણે ક્રૂડ ઓઈલ 90 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. પીએલ વેલ્થના રાજકુમાર સુબ્રમણ્યમે જણાવ્યું કે, ઊર્જાના ભાવ વધવાથી લાંબા ગાળે મોંઘવારી વધવાનો અને વ્યાજદર ઊંચા રહેવાનો ડર ઊભો થયો છે. આ જ કારણોસર રોકાણકારોનો સોના-ચાંદી પ્રત્યેનો મોહ ઘટ્યો છે અને ડોલર વધુ મજબૂત બની રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પરિસ્થિતિ કંઈ અલગ નથી. હાજર બજારમાં સોનું 90.53 ડોલર (2.13 ટકા) ઘટીને 4,168.99 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 2.24 ટકા ઘટીને 63.87 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. લેમન માર્કેટ્સ ડેસ્કના રિસર્ચ એનાલિસ્ટ ગૌરવ ગર્ગે કહ્યું કે, ડોલરની મજબૂતી અને યુએસ બોન્ડ યીલ્ડ વધવાથી વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓ પર દબાણ આવ્યું છે.

આ પણ વાંચોઃ ચાંદીમાં ₹4,500 નો મોટો ઘટાડો, સોનું 11 અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે, જાણો આજનો નવો ભાવ

આ બધાની અસર ભારતીય વાયદા બજાર (MCX) પર પણ દેખાઈ રહી છે. બુધવારે સાંજે 4:44 વાગ્યા સુધીમાં, 5 ઓગસ્ટની ડિલિવરીવાળું સોનું 2.21 ટકા ઘટીને 1,49,081 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 3 જુલાઈની ડિલિવરીવાળી ચાંદી 1.97 ટકા તૂટીને 2,33,823 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી.

Frequently Asked Questions

સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલવાનું મુખ્ય કારણ શું છે?

અમેરિકા-ઈરાન તણાવ, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને મજબૂત અમેરિકન ડોલર જેવા વૈશ્વિક કારણોસર સોના-ચાંદીના ભાવ ઘટ્યા છે. રોકાણકારોનો સોના-ચાંદી પ્રત્યેનો મોહ ઘટ્યો છે.

બુધવારે સોના અને ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો નોંધાયો?

બુધવારે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 4,300 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 10,000 રૂપિયાનો મોટો કડાકો બોલ્યો છે.

ભાવ ઘટ્યા બાદ સોના અને ચાંદીનો નવો ભાવ શું છે?

99.9% શુદ્ધતાવાળા સોનાનો નવો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,56,000 રૂપિયા થયો છે. ચાંદીનો નવો ભાવ પ્રતિ કિલો 2,45,700 રૂપિયા થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની સ્થિતિ શું છે?

આંતરરાષ્ટ્રીય હાજર બજારમાં સોનું 2.13% ઘટીને $4,168.99 પ્રતિ ઔંસ થયું છે. ચાંદી પણ 2.24% ઘટીને $63.87 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન
સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન
8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર
8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Embed widget