24 કેરેટ સોનાનો ભાવ ₹1,49,890 પ્રતિ 10 ગ્રામ છે. ચાંદી ₹2,56,000 પ્રતિ કિલોગ્રામ નજીક ટ્રેડ થઈ રહી છે.
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gold- Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત માગ, અમેરિકન ડૉલરમાં નરમાશ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે સ્થાનિક બજારમાં સોનું 24 કેરેટ દીઠ ₹1,49,890 (લગભગ ₹1.50 લાખ) પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે.

- સોનું ₹1.49 લાખ, ચાંદી ₹2.56 લાખની સપાટી વટાવી.
- આંતરરાષ્ટ્રીય માગ, ડૉલરની નરમાશ, મોંઘવારી મુખ્ય કારણો.
- દિલ્હીમાં સોનું ₹3,800 વધી 7-અઠવાડિયાની ટોચે પહોંચ્યું.
Gold- Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત માગ, અમેરિકન ડૉલરમાં નરમાશ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે સ્થાનિક બજારમાં સોનું 24 કેરેટ દીઠ ₹1,49,890 (લગભગ ₹1.50 લાખ) પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે, જ્યારે ચાંદી પણ પ્રતિ કિલો ₹2.56 લાખ નજીક ટ્રેડ થઈ રહી છે.
આજના તાજા સોના-ચાંદીના ભાવ (અંદાજિત)
| કેરેટ / ધાતુ | ભાવ (પ્રતિ 10 ગ્રામ / કિલો) |
| 24 કેરેટ સોનું | ₹1,49,890 / 10 ગ્રામ |
| 22 કેરેટ સોનું | ₹1,37,400 / 10 ગ્રામ |
| 18 કેરેટ સોનું | ₹1,12,420 / 10 ગ્રામ |
| ચાંદી (1 કિલો) | ₹2,56,000 / કિલોગ્રામ |
(નોંધ: સ્થાનિક ટેક્સ અને જ્વેલર્સના મેકિંગ ચાર્જિસ મુજબ અલગ-અલગ શહેરોમાં ભાવમાં થોડો તફાવત હોઈ શકે છે.)
આ પણ વાંચો...ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
સોના-ચાંદીમાં તેજીના 3 મુખ્ય કારણો
- ડૉલરમાં નરમાશ: યુએસ ડૉલર નબળો પડતાં વૈશ્વિક સ્તરે રોકાણકારો માટે સોનું વધુ આકર્ષક બન્યું છે, જેનાથી તેની માગમાં સતત વધારો થઈ રહ્યો છે.
- સુરક્ષિત રોકાણ: વૈશ્વિક સ્તરે વધતા તણાવ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોનામાં નાણાં રોકવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
- મોંઘવારીનો ડર: ફુગાવા (Inflations) સામે રક્ષણ મેળવવા માટે સોનું હંમેશાં એક મજબૂત અને ભરોસાપાત્ર માધ્યમ ગણાય છે.
ગ્રાહકો માટે મહત્વની સલાહ
જો તમે લગ્નસરા કે ભવિષ્ય માટે દાગીના અથવા સોનું ખરીદવાનું વિચારતા હોવ, તો માત્ર ભાવ જોઈને ઉતાવળ ન કરો. હંમેશાં હોલમાર્ક (Hallmarked) વાળું જ સોનું ખરીદો અને ખરીદી કરતા પહેલાં તમારા શહેરના સ્થાનિક જ્વેલર્સ પાસેથી આજના તાજા ભાવની ખાતરી ચોક્કસ કરી લો.
સરાફા બજારમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો
ગુરુવારે દિલ્હીના સરાફા બજારમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ચાંદીના ભાવ પણ સારા વધારા સાથે બંધ થયા હતા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગુરુવારે દિલ્હીના સરરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું ₹3,800 વધીને ₹1,53,800 પ્રતિ 10 ગ્રામના ભાવે બંધ થયું હતું. આ સાથે જ સોનાનો ભાવ 7 અઠવાડિયાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. બીજી તરફ, ચાંદીની કિંમતો પણ ₹2,100 વધીને ₹2,34,800 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
Before You Go
Geniben Thakor Statement : ગુજરાત કોંગ્રેસના પ્રભારીના પ્રવાસ વચ્ચે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Frequently Asked Questions
24 કેરેટ સોનાનો હાલનો ભાવ શું છે?
સોના-ચાંદીના ભાવ વધવાના મુખ્ય કારણો શું છે?
ડોલરમાં નરમાશ, વૈશ્વિક અનિશ્ચિતતાઓમાં સુરક્ષિત રોકાણની માગ અને મોંઘવારીનો ડર જેવા મુખ્ય કારણોસર સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
સોનું ખરીદતી વખતે હંમેશાં હોલમાર્ક (Hallmarked) વાળું જ સોનું ખરીદવું જોઈએ. ઉપરાંત, ખરીદી કરતા પહેલાં સ્થાનિક જ્વેલર્સ પાસેથી તાજા ભાવની ખાતરી કરી લેવી.
દિલ્હીના સરાફા બજારમાં ગુરુવારે સોના-ચાંદીના ભાવ શું હતા?
દિલ્હીમાં 99.9% શુદ્ધ સોનું ₹1,53,800 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું, જે ₹3,800 વધ્યું હતું. ચાંદી ₹2,100 વધીને ₹2,34,800 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.






















