સોના અને ચાંદીમાં વૈશ્વિક બજારમાં આવેલ ઉછાળા બાદ ઘરઆંગણે બજારમાં પણ ભાવમાં વધારો જોવા મળ્યો છે. આરબીઆઈ મોનેટરી પોલિસીની જાહેરાત પહેલા એમસીએક્સ પર તેની કિંમતમાં ઉછાળો આવ્યો હતો. ત્યારે અમેરિકાની અર્થવ્યવસ્થાને રાહત પેકેજ મળવાની આશા વધી ગઈ છે. શુક્રવારે એમસીએક્સ પર સોનું 0.3 ટકા એટલે કે 141 રૂપિયા વધીને 46856 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ. સિલ્વર ફ્યૂચર 0.68 ટકા એટલે કે 457 રૂપિયા વધીને 67275 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.

દિલ્હી બજારમાં કિંમતમાં ઘટાડો

દિલ્હીમાં ગુરુવારે હાજરમાં સોનાની કિંમત 332 રૂપિયા ઘટીને 47135 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ. સતત ચોથા દિવસે તેમાં ઘટાડો આવ્યો છે. જ્યારે ચાંદી પણ 972 રૂપિયા ઘટીને 67170 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. અમદાવાદમાં શુક્રવારે હાજરમાં સોનાની કિંમત 47263 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ જ્યારે ગોલ્ડ ફ્યૂચર 46965 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહી.

ગોલ્ડ ઈટીએફની ખરીદી વધી

શુક્રવારે એમસીએક્સમાં સોનામાં જે ઉછાળો આવ્યો છે તેનું કારણ ગોલ્ડ ઈટીએફ દ્વારા સતત ખરીદી થઈ રહી છે. વૈશ્વિક બજારમાં શુક્રવારે સોનામાં ઉછાળો આવ્યો હતો. વિતેલા બે મહિનામાં ઘટાડા બાદ પ્રથમ વખત ઉછાળો નોંધાયો છે. હાજર સોનાની કિંમત 0.1 ટકા વધીને 1794.11 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ જ્યારે એક ડિસેમ્બરથી કિંતમાં બે ટકાનો ઘટાડો આવ્યો છે. વિતેલા એક સપ્તાહ દરમિયાન સોનાની કિંમતમાં 2.8 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે યૂએસ ગોલ્ડ ફ્યૂચરમાં 0.2 ટકાનો વધારો થયો છે અને તે 1794.70 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.

ઘરેલુ માર્કેટમાં સોના અને ચાંજીમાં ઘટાડાની સંભાવના છે કારણ કે સરકારે બજેટમાં તેના પર ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે. વૈશ્વિક બજારમાં પણ સોના પર દબાણ જોવા મળી રહ્યું છે. આવનારા દિવસોમાં સોનું સસ્તું થઈ શકે છે.