SBI Customer Care Relief Status: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દેશભરમાં તેના ગ્રાહકો માટે ઘણી પ્રકારની બેન્કિંગ સેવાઓ મફતમાં ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. હવે તમારે આ સેવા માટે કોઈપણ પ્રકારના પૈસા ચૂકવવા પડશે નહીં. આ નિર્ણયથી બેંકના ખાતાધારકોને ઘણો ફાયદો થવાનો છે.
SMS ફી માફ કરી દેવામાં આવી છે
SBI એ મોબાઈલ ફંડ ટ્રાન્સફર પર લાગતો SMS ચાર્જ હટાવી દીધો છે. એસબીઆઈએ જણાવ્યું હતું કે યુએસએસડી સેવાઓનો ઉપયોગ કરીને યુઝર્સે હવે કોઈપણ વધારાના ચાર્જ વિના સરળતાથી ટ્રાજેક્શન કરી શકે છે.
SBIએ ટ્વીટ કરીને માહિતી આપી
SBIએ ટ્વીટ કર્યું હતું કે મોબાઈલ ફંડ ટ્રાન્સફર પર SMS ચાર્જ હવે માફ! ગ્રાહકો હવે કોઈપણ વધારાના ચાર્જ વિના સરળતાથી ટ્રાજેક્શન કરી શકશે. બેંક કહે છે કે ગ્રાહકો કોઈપણ વધારાના ખર્ચ વિના સેવાઓનો લાભ લઈ શકે છે, જેમાં પૈસા મોકલવા, રિક્વેસ્ટ મની, એકાઉન્ટ બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ અને UPI પિન બદલવાનો સમાવેશ થાય છે.
કોને ફાયદો થશે?
દેશના 1 બિલિયનથી વધુ મોબાઇલ યુઝર્સમાંથી 65 ટકાથી વધુ લોકો હજુ પણ ફીચર ફોન ગ્રાહકો છે. જેમની પાસે ફીચર ફોન છે તેમને આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો થશે. USSD અથવા અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટાનો ઉપયોગ ટોક ટાઈમ બેલેન્સ અથવા એકાઉન્ટની માહિતી તપાસવા માટે થાય છે. તેનો ઉપયોગ મોબાઈલ બેંકિંગ વ્યવહારોમાં પણ થાય છે.
તમારું એકાઉન્ટ ઘરેથી ઓપન કરો
ગ્રાહકોની સુવિધા માટ, SBI એ ઘરે બેઠા સેવિંગ એકાઉન્ટ ખોલવાની સેવા શરૂ કરી છે. SBI તેના ગ્રાહકોને ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપી રહી છે. જેમાં ગ્રાહકોને તેમની નજીકની બેંકમાં જવાની જરૂર નથી. તેઓ કોઈપણ કાગળ વગર સરળતાથી તેમનું બેંક ખાતું ખોલાવી શકે છે. SBI દ્વારા ગ્રાહકોને YONO એપ દ્વારા આ સુવિધા આપવામાં આવી રહી છે.