આ નિયમ ઇન્ડસ્ટ્રિયલ, કોમર્શિયલ અને ઇન્સ્ટિટ્યૂશનલ યુઝર્સને લાગુ પડશે. તેઓ હવે પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી શકશે નહીં.
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો પેટ્રોલ પંપ પરથી ઈંધણ નહીં ખરીદી શકે; 90 દિવસ સુધી લગાવ્યો પ્રતિબંધ
Petrol-Diesel News: મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે સરકારે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ ખરીદતા ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય વપરાશકર્તાઓ પર 90 દિવસનો પ્રતિબંધ લાદ્યો છે.

- સરકારે ઔદ્યોગિક વપરાશકારો પર પેટ્રોલ પંપથી ખરીદી રોકી.
- તેમને હવે બલ્ક પોઈન્ટ્સથી ખરીદવું, 90 દિવસનો પ્રતિબંધ.
- રિટેલ અને બલ્ક ડીઝલ ભાવમાં મોટો તફાવત હોવાથી આ નિર્ણય.
- સામાન્ય ગ્રાહકો માટે ઇંધણ ઉપલબ્ધતા જાળવવા આ નિર્ણય.
Petrol-Diesel News: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે પેટ્રોલ-ડીઝલ પર ચર્ચા વધી ગઈ છે. જો તમે રોજ પેટ્રોલ-ડીઝલ પુરાવો છો તો આ ખબર તમારા માટે જરૂરી હોઈ શકે છે. સરકારે ઇન્ડસ્ટ્રિયલ, કોમર્શિયલ અને ઇન્સ્ટિટ્યૂશનલ યુઝર્સ માટે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ યુઝર્સે હવે પોતાની જરૂરિયાતનું ઇંધણ માત્ર બલ્ક સેલ પોઈન્ટ્સ (Bulk Sale Points) પરથી જ ખરીદવું પડશે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ વ્યવસ્થા આગામી 90 દિવસ સુધી લાગુ રહેશે.
ડીઝલની માંગ વધ્યા બાદ લેવાયો નિર્ણય
સરકારે આ પગલું એવા વિસ્તારોની માંગમાં અસામાન્ય વધારો જોયા બાદ ઉઠાવ્યું છે, જ્યાં કેટલાય બલ્ક યુઝર્સ પેટ્રોલ પંપો પરથી ઇંધણ ખરીદી રહ્યા હતા. કિંમતોમાં તફાવત હોવાના કારણે મોટા યુઝર્સ રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલ પંપો) તરફ વળી રહ્યા હતા. દિલ્હીમાં પેટ્રોલ પંપ પર ડીઝલની કિંમત 95.20 પ્રતિ લીટર છે, જ્યારે બલ્ક સેલમાં આની કિંમત 134.50 પ્રતિ લીટર છે. બંને કિંમતો વચ્ચે મોટો તફાવત હોવાના લીધે બલ્ક યુઝર્સ માટે પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદવું વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યું હતું.
કેમ વધ્યો કિંમતોનો તફાવત?
કિંમતોમાં આ તફાવત એટલા માટે આવ્યો કારણ કે સરકારી તેલ કંપનીઓએ સામાન્ય યુઝર્સને રાહત આપવા માટે રિટેલ કિંમતોમાં નિયંત્રણ રાખ્યું. ફેબ્રુઆરીના અંતમાં મિડલ ઈસ્ટ સંકટ બાદ ઇંધણની પડતર કિંમત વધી હતી, પરંતુ તેનો પૂરો બોજ સામાન્ય ગ્રાહકો પર નાખવામાં આવ્યો ન હતો. જો કે, સરકારનું કહેવું છે કે આ નિર્ણય ઇંધણ સપ્લાય વ્યવસ્થાને સંતુલિત બનાવી રાખવા માટે લેવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે આનાથી પેટ્રોલ પંપો પર સામાન્ય ગ્રાહકો માટે ઇંધણની ઉપલબ્ધતા જળવાઈ રહેશે અને સપ્લાય પરનું દબાણ ઓછું થશે. નોંધનિય છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જ્યાં સુધી મિડલ ઈસ્ટમાં સંપૂર્ણ શાંતિ ન સ્થપાય અને હોર્મુજ સ્ટેટ બધા માટે ખુલ્લુ મુકવામાં ન આવે ત્યાં સુધી પેટ્રોલના ભાવ અને પુરવઠાને લઈને સમસ્યાઓ આવતી રહેશે.
Frequently Asked Questions
પેટ્રોલ-ડીઝલ ખરીદવાના નવા નિયમની અસર કોના પર પડશે?
આ યુઝર્સે હવે ઇંધણ ક્યાંથી ખરીદવું પડશે?
આ યુઝર્સે તેમની જરૂરિયાતનું ઇંધણ ફક્ત બલ્ક સેલ પોઈન્ટ્સ (Bulk Sale Points) પરથી જ ખરીદવું પડશે.
સરકારે આ નિર્ણય શા માટે લીધો છે?
સરકારે બલ્ક યુઝર્સ દ્વારા પેટ્રોલ પંપ પરથી વધુ ઇંધણ ખરીદવાને કારણે માંગમાં થયેલા અસામાન્ય વધારા બાદ આ નિર્ણય લીધો છે. કિંમતોના તફાવતને લીધે આવું થતું હતું.
આ નવી વ્યવસ્થા કેટલા સમય સુધી લાગુ રહેશે?
આ વ્યવસ્થા આગામી 90 દિવસ સુધી લાગુ રહેશે. આનાથી સામાન્ય ગ્રાહકો માટે ઇંધણની ઉપલબ્ધતા જળવાઈ રહેશે અને સપ્લાય પરનું દબાણ ઓછું થશે.






















