Ration Card Rule: કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વિવિધ પ્રકારની સ્કીમ લઈને આવતી રહે છે. તેમાની એક યોજના છે રાશનકાર્ડ યોજના. આ યોજના હેઠળ દેશના ગરીબ વર્ગના લોકોને દર મહિને ફ્રી રાશન જેમ કે, ચોખા,દાળ,મીઠુ અને ઘઉ જેવી વસ્તુઓ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે.
પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરીને રાશન કાર્ડ યોજના માટે પાત્રતા ન ધરાવતા હોવા છતા આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. એવામાં સરકાર હવે આ લોકો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. જે લોકો ખોટી રીતે રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને તેમના રાશન કાર્ડ સરકારને જલદીથી સરેન્ડર કરવા કહેવામાં આવ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો તેમને દંડ ચૂકવવો પડી શકે છે.
પાત્ર લોકોને નથી મળી રહ્યું રાશન
વર્ષ 2020થી કોરોના મહામારીના સમયથી સરકાર દરેક રાશન કાર્ડ ધારકને ફ્રીમાં અનાજ આપી રહી છે. એવામાં ઘણા એવા યોગ્ય લોકો છે જેમને આ યોજનાનો લાભ નથી મળી રહ્યો. કારણ કે ઘમા બિન પાત્ર લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેથી સરકાર આવા લોકોને શોધીને તેમને કાર્ડ સરેન્ડર કરવા માટે કહી રહી છે. આવું ન કરવા પર જિલ્લા પ્રશાસન તે લોકો પર કાર્યવાહી કરશે અને તેમના રાશન કાર્ડ રદ કરવામાં આવશે. સાથે આ લોકો પાસેથી રાશનની વસુલી પણ કરવામાં આવશે.
આ લોકો રાશન કાર્ડ યોજના માટે ગેરલાયક
જે લોકોના ઘરે કાર,ટ્રેક્ટર,એસી,100 વર્ગ મીટરથી વધુની જગ્યામાં મકાન, 5 એકરમાં જમીન, ઈન્કમ ટેક્સ પેયર, ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો જેમની વાર્ષિક આવક બે લાખથી વધુ છે અને શહેરમાં રહેતા વ્યક્તિ જેમની વાર્ષિક આવક 3 લાખથી વધુ છે તેઓ આ યોજનાનો લાભ નથી લઈ શકતા.
વહેતી તકે કાર્ડ કરો સરેન્ડર
ઉત્તર પ્રદેશમાં ઘણા એવા લોકો છે જે પાત્ર ન હોવા છતા પણ આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. જિલ્લા પ્રશાસન આવા લોકો સામે લાલ આંખ કરવાની તૈયારી કરી રહ્યું છે. આવુંન કરવા પર આ લોકોના રાશનકાર્ડ રદ્દ કરવામાં આવશે અને બાદમાં તેમની પાસેથી રાશનની વસુલી કરવામાં આવશે.