government deadlines December 31: વર્ષ 2025 પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નાણાકીય અને સરકારી બાબતો સાથે સંકળાયેલી કેટલીક મહત્વની ડેડલાઈન પણ નજીક આવી રહી છે. જો તમે હજુ સુધી ITR ફાઈલિંગ, પાન-આધાર લિંકિંગ કે રાશન કાર્ડનું e-KYC નથી કરાવ્યું, તો તાત્કાલિક જાગી જજો. 31 ડિસેમ્બર પછી આ કામો માટે બીજી તક નહીં મળે અને તમારે ભારે દંડ ભરવો પડી શકે છે અથવા તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. તમારા બેંકિંગ અને ટેક્સ પ્રોફાઇલને સુરક્ષિત રાખવા માટે નીચે મુજબના કામો સમયસર પૂર્ણ કરવા અનિવાર્ય છે.

Continues below advertisement

1. એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો: 15 ડિસેમ્બર છેલ્લી તારીખ

કરદાતાઓ માટે સૌથી નજીકની અને મહત્વની ડેડલાઈન એડવાન્સ ટેક્સની છે. આવકવેરાના નિયમો મુજબ, જો તમારી અંદાજિત કર જવાબદારી (TDS બાદ કર્યા પછી) 10,000 રૂપિયાથી વધુ થતી હોય, તો તમારે એડવાન્સ ટેક્સ ચૂકવવો ફરજિયાત છે. નાણાકીય વર્ષ 2025-26 માટે એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો જમા કરાવવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર છે. જો તમે આ તારીખ ચૂકી જશો, તો કલમ 234C હેઠળ તમારે વ્યાજ સાથે દંડ ભરવો પડશે.

Continues below advertisement

2. ITR ભરવાની છેલ્લી તક (Belated ITR)

જો તમે કોઈ કારણસર નાણાકીય વર્ષ 2024-25 માટે સમયસર ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરી શક્યા નથી, તો ગભરાવાની જરૂર નથી. તમારી પાસે 'બિલેટેડ ITR' ફાઇલ કરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય છે. જોકે, આ માટે તમારે લેટ ફી ચૂકવવી પડશે. જો તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયા સુધી છે, તો 1,000 રૂપિયા અને જો આવક 5 લાખથી વધુ છે, તો 5,000 રૂપિયા દંડ ભરવો પડશે. યાદ રાખો, 31 ડિસેમ્બર પછી તમે રિટર્ન ફાઇલ કરી શકશો નહીં.

3. પાન-આધાર લિંકિંગ: નિષ્ક્રિય થતા બચાવો

આવકવેરા વિભાગની નવી સૂચના મુજબ, જે લોકોએ 1 ઓક્ટોબર, 2024 ના રોજ અથવા તે પહેલાં આધાર કાર્ડ કઢાવ્યું છે, તેમના માટે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની અંતિમ મુદત 31 ડિસેમ્બર, 2025 છે. જો તમે આ તારીખ સુધીમાં લિંક નહીં કરો, તો તમારું પાન કાર્ડ 'નિષ્ક્રિય' (Inoperative) થઈ જશે. જેના પરિણામે તમે મ્યુચ્યુઅલ ફંડ, શેરબજારમાં રોકાણ નહીં કરી શકો અને તમારી બેંકિંગ સેવાઓ પણ અટકી જશે. આ પ્રક્રિયા ઇનકમ ટેક્સ પોર્ટલ પરથી ઓનલાઇન કરી શકાય છે.

4. મફત અનાજ માટે રેશન કાર્ડ e-KYC ફરજિયાત

ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ અનાજ મેળવતા લાભાર્થીઓ માટે e-KYC કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ માટેની ડેડલાઈન પણ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. જો તમે નિર્ધારિત સમયમાં e-KYC નહીં કરાવો, તો જાન્યુઆરી 2026 થી તમને મળતું સરકારી મફત રાશન બંધ થઈ શકે છે અથવા યાદીમાંથી નામ કમી થઈ શકે છે.

5. પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી

પોતાના ઘરનું સ્વપ્ન જોતા લોકો માટે પણ 31 ડિસેમ્બર મહત્વની છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) હેઠળ ઘર બનાવવા માટે મળતી 2.5 લાખ રૂપિયા સુધીની સહાય માટે અરજી કરવાની તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. લાયક ઉમેદવારોએ આવકનો દાખલો, આધાર કાર્ડ અને રહેઠાણના પુરાવા સાથે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરી દેવી જોઈએ જેથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકે.