Petrol And Diesel Price Increased By Rs 2 Per Liter: કેન્દ્ર સરકારે આજથી પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. સેન્ટ્રલ એક્સાઇઝના અંડર સેક્રેટરી ધીરજ શર્માએ પણ આ અંગે નોટિસ જારી કરી છે. આ આદેશ આવતીકાલથી એટલે કે 8મી એપ્રિલથી અમલમાં આવશે. જોકે, સરકારનું કહેવું છે કે આ વધારાનો બોજ ગ્રાહકો પર નહીં પડે.

એક સત્તાવાર આદેશ અનુસાર, સરકારે સોમવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારીને 13 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. જો કે ઓર્ડરમાં જણાવવામાં આવ્યું નથી કે તેની છૂટક કિંમતો પર શું અસર પડશે, પરંતુ સરકાર કહે છે કે છૂટક કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આંતરરાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં ઘટાડો થવાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ઘટાડા સાથે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવશે.

પેટ્રોલ અને ડીઝલના પર લાગતી એક્સાઈઝ ડ્યુટીમાં કેંદ્ર સરકારે  વધારો કર્યો છે. કેંદ્ર સરકારના નાણામંત્રાલયે જાહેર કરેલા પરિપત્ર મુજબ પ્રતિ લિટર પેટ્રોલ અને ડીઝલના રૂપિયા બેનો વધારો આવતીકાલથી લાગૂ કરાશે. કેમ કે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કેંદ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં જે વધારો કર્યો છે તેનું સીધું ભારણ ગ્રાહકો પર આવે તેવી શક્યતા નહીંવત છે. જો કે પ્રટ્રોલિયમ કંપીનીઓ પર એક્સસાઈઝ ડ્યુટીના રૂપમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો ભોગવવાનો આવશે. છેલ્લા પાંચ દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 12.11 ટકાનો ઘટાડો થયો છે. હાલ ગુજરાતમાં પેટ્રોલના ભાવ 94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90 રૂપિયાની આસપાસ છે.