Petrol Diesel Prices Update: કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસમાન બનાવવાની તેની કોઈ યોજના નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ વાત કહી છે.


કિંમતો એકસમાન રાખવાની દરખાસ્ત નથી


 રાજ્યસભાના સાંસદ પી ભટ્ટાચાર્ય અને હરનાથ સિંહ યાદવે સવાલ પૂછ્યો હતો કે પેટ્રોલિયમ પેદાશોની વધતી કિંમતોને અંકુશમાં રાખવા માટે, શું સરકાર એવી કોઈ નીતિ બનાવી રહી છે કે જેથી રાજ્યોમાં વસૂલવામાં આવતા ટેક્સને એકસમાન બનાવી શકાય? તેના જવાબમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રીએ કહ્યું કે સરકાર પાસે કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવત નૂર દર, વેટ (વેલ્યુ એડેડ ટેક્સ) અને સ્થાનિક વસૂલાત પર આધારિત છે.


GST કાઉન્સિલે ભલામણ કરી નથી


તેમણે જણાવ્યું કે પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ)ને GSTના દાયરામાં લાવવા માટે GST કાયદાની કલમ 9(2) મુજબ GSTમાં સમાવેશ કરવા માટે GST કાઉન્સિલની ભલામણ જરૂરી છે. અને હજુ સુધી GST કાઉન્સિલે પેટ્રોલિયમ ઉત્પાદનો અને કુદરતી ગેસને GSTમાં સામેલ કરવાની ભલામણ કરી નથી.


કિંમતો બજારને આધીન


પેટ્રોલિયમ રાજ્ય મંત્રીએ ગૃહને જણાવ્યું કે 26 જૂન 2010થી પેટ્રોલના ભાવ અને 19 ઓક્ટોબર 2014થી ડીઝલના ભાવ બજારને સોંપવામાં આવ્યા છે. સરકારી તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય કિંમતો, રૂપિયા-ડોલર વિનિમય દરના આધારે બંને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ નક્કી કરે છે.


આ પણ વાંચોઃ Omicron in India: ઓમિક્રોને મ્હાત આપનારા Bengaluru ના ડોક્ટર ફરીથી Corona ની ઝપેટમાં, જાણો કેવા છે લક્ષણ


 Car Tips: કાર ચલાવવા માટે પ્રતિ કિલોમીટર 1 રૂપિયાથી ઓછો ખર્ચ થશે, બસ આટલું કામ કરવું પડશે


આ છે ગુજરાતની Top 5 યુવા સિંગર, બે પાટીદાર પણ છે લિસ્ટમાં