નર્મદાઃ ગુજરાતમાં  ઇ-કાર માટેનું પહેલું ચાર્જિંગ સેન્ટર બની ગયું  છે. નર્મદાના કેવડીયા ખાતે પ્રથમ ઇ કાર માટેનું ચાર્જીંગ સેન્ટર બનાવાયું છે. પ્રથમ ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. કેવડીયા કોલોની વિસ્તાર પ્રથમ ઇ કાર સીટી બનશે.


૬ જૂને પ્રધાન મંત્રીએ ઇ કાર સિટીની જાહેરાત કરી હતી. કેવડિયામાં હવે બેટરી સંચાલિત બસ, કાર અને રીક્ષા ફરતી થશે. પ્રવાસીઓને કેવડિયા થી સ્ટેચ્યુ જોવા ઇ કારમાં લઇ જવાશે. કેવડીયાને નો પોલ્યુશન ઝોન બનાવવાનો સરકારનો પ્રયાસ છે. 


ગુજરાત ભાજપે વધુ 6 સેલના હોદ્દેદારોની કરી નિમણૂંક, કોનો કોનો સેલમાં થયો સમાવેશ?
ગાંધીનગરઃ ભાજપે વધુ 6 સેલનાં હોદેદારોની નિયુક્તિ કરી છે. કાયદા વિષયક, સાંસ્કૃતિક, માછીમાર,સફાઇ કામદાર, માલધારી અને ચિકિત્સા સેલનાં બે બે હોદેદારોની નિયુક્તિ કરી છે. જે જે પટેલ, દિલિપભાઈ પટેલ, દિપકભાઈ જોષી  કાયદા વિષયક સેલના સંયોજક બન્યા છે. 


બિહારીભાઈ ગઢવી, જનકભાઈ ઠક્કર સાંસ્કૃતિક સેલના સંયોજક , મહેન્દ્ર જુંગી અને જગદીશભાઈ ફોફંડી માછીમાર, સુરેશ મકવાણા, દશરથ વાઘેલા સફાઈ કામદાર સેલના સંયોજક બન્યા છે. સંજયદેસાઈ, દિનેશ ટોળિયા, માલધારી સેલના સંયોજક બન્યા છે, જ્યારે ડૉ શિરીષ ભટ્ટ ચિકિત્સા સેલના સંયોજક બન્યા છે.


Vadodara : એક મહિનાથી ગુમ સ્વિટી પટેલ મુદ્દે સામે આવી ચોંકાવનારી વિગતો


વડોદરા: પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઇની (PI Ajay Desai) પત્ની સ્વિટી પટેલ (Sweety Patel) એક મહિનાથી ગુમ (wife missing) છે, પરંતુ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. પોલીસ તંત્રમાં પણ સ્વિટીને શોધવા માટેની તમામ કવાયત હાથ ધરી છે. હવે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સ્વિટી ગુમ થઇ તેની આગલી રાતે જ સ્વિટી અને અજય દેસાઇ વચ્ચે પૂર્વ પત્નીને છૂટાછેડા આપવા માટેનો ઝઘડો થયો હતો.


મળતી વિગતો પ્રમાણે, પીઆઇ અજય દેસાઇ અને સ્વિટીને વર્ષ 2015માં પરિચય થયો હતો. આ પછી તેમની વચ્ચે મિત્રતા અને પછી પ્રેમ થઈ ગયો હતો. એકબીજાના પ્રેમમાં પડતા પહેલા લિવઇનમાં રહ્યાં અને તે બાદ 2016માં સ્વિટી પટેલ સાથે ફુલહાર કર્યા હતા. જોકે, 2017માં અજયે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. 


અજયે બીજા લગ્ન કરતાં જ સ્વિટીએ બીજી પત્નીને છૂટાછેડા આપી પોતાને કાયદેસરની પત્ની તરીકે રાખવા જણાવ્યું હતું. જેને કારણે બંને વચ્ચે ઝઘડા થવા માંડયા હતા. આ ઝઘડામાં તેમણે ઘર છોડ્યું હોવાનું અનુમાન છે.  આ કેસમાં વધુ એક નવો વળાંક એ પણ આવ્યો છે કે, સ્થાનિકોએ સ્વિટીને છેલ્લે રાતે 9થી 10નાં ગાળામાં કોઇ કારમાં બેસીને જતા જોયા હતા. પરંતુ અજયે પોલીસને સ્વિટી રાતનાં એક વાગ્યાથી સવારનાં 8.30 કલાક વચ્ચે ગુમ થયાનું જણાવ્યું છે.


હાલ પોલીસે સોસાયટી પાસેથી સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા છે પરંતુ સાસાયટી પાસે માત્ર 15 દિવસ પહેલાનાં જ સીસીટીવી ફૂટેજ હોય છે. બીજી તરફ સ્વિટીનો પાસપોર્ટ પણ 20મી જૂનના રોજ એકસ્પાયર્ડ થઇ ગયો હતો. જેથી તે વિદેશ પણ જઇ શકે નહીં. આજે પીઆઇ દેસાઇની વર્તણુંકનો સીડીએસ ટેસ્ટ કરાવવા બુધવારે ગાંધીનગર એફએસએલ ખાતે લઇ ગઇ હતી પણ સાંજ થઇ જતાં ટેસ્ટ અધુરો રહ્યો હતો જેથી હવે આજે ફરી ટેસ્ટ કરાવાશે.