Harsha Engineers IPO: હર્ષા એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડનો IPO 14 સપ્ટેમ્બર 2022 એટલે કે બુધવારે રિટેલ રોકાણકારો માટે ખુલશે. IPOમાં નાણાં મૂકનારાઓ પાસે સબસ્ક્રિપ્શન માટે 16 સપ્ટેમ્બર 2022 સુધીનો સમય હશે. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ રૂ. 314 થી રૂ. 330 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરી છે. આ કંપનીના IPOમાં રોકાણકારો ઓછામાં ઓછા 45 શેર માટે બિડ કરી શકે છે. બિડર એક લોટમાં IPO માટે અરજી કરી શકશે અને પબ્લિક ઇશ્યુમાં કંપનીના 45 શેર હશે.


હર્ષ એન્જિનિયર્સ ઇન્ટરનેશનલના IPO ના GMP જાણો


કંપનીના IPOને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને તેનો IPO ખુલે તે પહેલા જ ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) રૂ. 220ના પ્રીમિયમ પર પહોંચી ગયો છે. 9 સપ્ટેમ્બરે તેની જીએમપી 150 રૂપિયા હતી અને 10 સપ્ટેમ્બરે તેની જીએમપી ઘટીને 200 રૂપિયા થઈ ગઈ હતી. સતત વધી રહેલા જીએમપી સાથે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેનું લિસ્ટિંગ પણ સારા પ્રીમિયમ સાથે થઈ શકે છે.


ઈશ્યુ વિશે વધુ જાણો


ઇશ્યુ કદનો અડધો ભાગ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIP) માટે આરક્ષિત છે. આ ઉપરાંત, 35 ટકા ઇશ્યૂ રિટેલ રોકાણકારો માટે અને બાકીના 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા છે. કંપનીના શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે. મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, IPOમાં શેરધારકો અને પ્રમોટર્સ તરફથી રૂ. 300 કરોડના વેચાણની ઓફર છે. તે જ સમયે, 455 કરોડ રૂપિયાના નવા ઇશ્યુ જારી કરવામાં આવશે. કંપની ઇશ્યુ દ્વારા રૂ. 755 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.


કંપની શું કરે છે


હર્ષ એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ એવિએશન અને એરોસ્પેસ, રેલ્વે, ઓટોમોટિવ, રિન્યુએબલ એનર્જી, કૃષિ અને અન્ય ઉદ્યોગો માટે એન્જિનિયરિંગ ઉત્પાદનોની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે. તે બાંધકામ ખાણકામ ક્ષેત્રે એન્જિનિયરિંગ ઉત્પાદનો પણ પ્રદાન કરે છે.