HDFC Bank FD Rates: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ રેપો રેટ ઘટાડ્યા પછી દેશની તમામ બેંકોએ પણ FD પરના વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી દીધું. ઘણી બેંકો હજુ પણ FD વ્યાજ દરોમાં સુધારો અને ઘટાડો કરી રહી છે. આ સંદર્ભમાં ખાનગી ક્ષેત્રની HDFC બેંકે કેટલીક પસંદગીની સમયગાળાની FD યોજનાઓ પર વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. બેંક દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાના કારણે કરોડો ગ્રાહકોને તેની સીધી અસર પડશે.
HDFC બેંકે વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટ એટલે કે 0.20 ટકાનો ઘટાડો કર્યો છે. તમને જણાવી દઈએ કે સૌથી મોટી ખાનગી બેંકે 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની FD માટે આ ફેરફાર કર્યો છે. બેંકના નવા વ્યાજ દરો 23 મે 2025 થી અમલમાં રહેશે. આ પહેલા, HDFC બેંકે પણ એપ્રિલ, 2025 માં પણ FD દરોમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.
સામાન્ય નાગરિકોને હવે FD પર 6.85% સુધી વ્યાજ મળશે
એફડીના વ્યાજ દરમાં ઘટાડા બાદ હવે સામાન્ય નાગરિકોને એફડી પર 3% થી 6.85% સુધીનું વ્યાજ મળશે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 3.5 % થી 7.35 % સુધીનું વ્યાજ આપવામાં આવશે. આ તાજેતરના ફેરફાર પહેલા HDFC બેંક સામાન્ય નાગરિકોને FD પર 3% થી 7.10% અને વરિષ્ઠ નાગરિકોને 3.5% થી 7.55% સુધીના વ્યાજ દર ઓફર કરતી હતી. HDFC બેંકે તમામ મુદતની FD પર વ્યાજ દર ઘટાડ્યા નથી. આ ઘટાડો ફક્ત ચોક્કસ સમયગાળાની FD માટે જ કરવામાં આવ્યો છે.
1 વર્ષથી વધુ અને 15 મહિનાથી ઓછી મુદત ધરાવતી FD માટે વ્યાજ દરમાં ઘટાડો
HDFC બેંકે સામાન્ય લોકો માટે 1 વર્ષથી વધુ અને 15 મહિનાથી ઓછા સમયગાળાની FD પરના વ્યાજ દરમાં 0.10%નો ઘટાડો કર્યો છે. હવે, સામાન્ય નાગરિકોને આ સમયગાળાની FD પર 6.50% વ્યાજ મળશે, જે પહેલા 6.60% હતું. આ ઉપરાંત, 18 મહિનાથી 21 મહિનાથી ઓછા સમયગાળામાં પાકતી FD માટે બેંકે વ્યાજ દર 0.20 ટકા ઘટાડીને 7.05 % થી 6.85 % કર્યો છે.
- 7 દિવસથી 14 દિવસ: સામાન્ય લોકો માટે - 3 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.50 ટકા
- 15 દિવસથી 29 દિવસ: સામાન્ય લોકો માટે - 3 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 3.50 ટકા
- 30 દિવસથી 45 દિવસ: સામાન્ય લોકો માટે - 3.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4 ટકા
- 1 વર્ષથી 15 મહિનાથી ઓછો સમય: સામાન્ય લોકો માટે - 6.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 7.00 ટકા