HDFC Bank Hikes MCLR:  દેશની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC બેન્કે તેના ગ્રાહકો માટે લોન મોંઘી કરી દીધી છે. આવતીકાલથી એટલે કે 7મી સપ્ટેમ્બરથી બેન્ક ગ્રાહકોએ HDFC બેન્કની કેટલીક પસંદગીની લોન પર વધુ વ્યાજ ચૂકવવું પડશે. HDFC બેન્કે બેન્ચમાર્ક માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR) રેટમાં 15 બેસિસ પોઈન્ટ અથવા 0.15 ટકાનો વધારો કર્યો છે. આ વધેલા દરો ગઈકાલે 7 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે, એટલે કે ગ્રાહકોની EMI મોંઘી થશે. હવે ગ્રાહકોએ HDFC હોમ લોન, કાર લોન, પર્સનલ લોન વગેરે પર વધુ ખર્ચ કરવો પડશે.


HDFC બેન્કનું લેટેસ્ટ MCLR શું છે?


HDFC બેન્કના રાતોરાત MCLRમાં 15 bpsના વધારા પછી તે 8.35 ટકાથી વધીને 8.50 ટકા થઈ ગયો છે. એક મહિનાના MCLRમાં 0.10 ટકાનો વધારો થયો છે અને તે 8.45 ટકાથી વધીને 8.55 ટકા થયો છે. ત્રણ મહિનાનો MCLR 8.70 ટકાથી 10 બેસિસ પોઇન્ટ વધીને 8.80 ટકા થયો છે. છ મહિનાના MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે અને તે 8.95 ટકાથી 9.05 ટકા થયો છે.


તમારી લોનનો MCLR કેટલો વધ્યો?


એક વર્ષની MCLR સાથે જોડાયેલી ઘણા ગ્રાહક લોન માટે MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. તે 9.10 ટકાથી વધીને 9.15 ટકા થયો છે. આ સિવાય બેન્કે એક વર્ષ અને બે વર્ષ માટે MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો છે અને તે 9.20 ટકાથી વધીને 9.20 ટકા થયો છે.                                      


HDFC બેન્કના અન્ય રેટ્સ 


રિવાઝ્ડ બેઝ રેટ 16 જૂનથી અમલી છે અને તેને સુધારીને 9.20 ટકા કરવામાં આવ્યો છે. બેન્ચમાર્ક PLR દરને સુધારીને 17.70 ટકા કરવામાં આવ્યો છે.


MCLR વધવાથી લોન કેમ મોંઘી થઈ?


ભારતના બેન્કિંગ રેગ્યુલેટર ભારતીય રિઝર્વ બેન્ક દ્ધારા MCLR અથવા માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ લેન્ડિંગ રેટને 2016 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. MCLR હવે ક્રેડિટ અને હોમ લોન આપવા માટે બેન્કોના આંતરિક બેંચમાર્ક તરીકે લાગુ થાય છે, જેને ફ્લોટિંગ વ્યાજ દર શાસન પણ કહી શકાય. MCLR ઘર ખરીદનારાઓ દ્વારા મેળવેલી હોમ લોન EMI સાથે સીધી રીતે જોડાયેલું છે. તેથી MCLRમાં વધારાને કારણે બેન્કોની લોન મોંઘી થઈ જાય છે