લગ્ન એ જીવનમાં એક જ વખત આવતો પ્રસંગ છે અને તમે ઇચ્છો છો કે તમારા આ પ્રસંગમાં કોઈ ખામી રહી જાય નહીં. ઘણાં લોકો શ્રેષ્ઠ ડેકોરેશન, લાઇટિંગ, મ્યુઝિક અને સ્વાદિષ્ટ ભોજનની સાથે અત્યંત ખર્ચાળ લગ્નોને પ્રાધાન આપતાં હોય છે. લોકોને પોતાના માટે અત્યંત વૈભવી ચીજો સિવાય બીજું કંઈ જ ખપતું નથી. વર્તમાન સમયમાં ઘણાં યુગલો તેમના લગ્ન માટે થીમ આધારિત સમારંભો અને વિદેશી સ્થળોને પસંદ કરતાં હોય છે. પર્સનલ લોનની મદદથી આ પ્રકારના વિલક્ષણ લગ્નો કરવા શક્ય બની શકે છે.


છેલ્લાં કેટલાક વર્ષોમાં પર્સનલ લોન ઘણી લોકપ્રિય બની છે. કારણ કે લોન મેળવવાનો અર્થ છે, તાત્કાલિક રોકડા રૂપિયા હાથમાં આવી જવા. એક ‘વૈભવશાળી ભારતીય લગ્ન’નું સુખરૂપ આયોજન કરવું એ ઘણો મોટો પ્રોજેક્ટ છે. તેમાં ઘણું બધું કરવું પડે છે, ઘણી એવી ચીજો છે, જેને પોતાના નિયંત્રણમાં રાખવી પડે છે અને આ માટે તૈયાર થવાની પ્રક્રિયા ઘણી તણાવપૂર્ણ સાબિત થઈ શકે છે. આથી જ, લગ્ન માટે લેવામાં આવતી પર્સનલ લોન ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે અને પૂરતાં નાણાં એકઠાં કરવાના તણાવમાંથી મુક્તિ આપે છે.


લગ્ન માટે પર્સનલ લોનને પસંદ કરવાના કેટલાક કારણો રહ્યાં:


તેના માટે કોઈ જામીનગીરીની જરૂર પડતી નથીઃ


લગ્ન માટે લેવામાં આવતી પર્સનલ લોન ખૂબ જ ફાયદારૂપ સાબિત થાય છે, કારણ કે, તેના માટે કોઈ જામીનગીરીની જરૂર પડતી નથી. તેનો અર્થ એ થયો કે તમે તમારી કોઇપણ સંપત્તિને જોખમમાં મૂક્યાં વગર જરૂરી નાણાં મેળવી શકો છો. અન્ય પ્રકારની લૉનોની સરખામણીએ લગ્ન માટે પર્સનલ લોનની અરજી કરવી એ પ્રમાણમાં ઘણી સરળ છે, કારણ કે, તે જામીનગીરી વગરની હોય છે.


લોનની પરત ચૂકવણીની ફ્લેક્સિબલ મુદતઃ


લોનની પરત ચૂકવણીનો સમયગાળો દરેક ધીરધાર મુજબ અલગ-અલગ હોઈ શકે છે, જે સામાન્ય રીતે 12 મહિનાથી 84 મહિનાની વચ્ચેનો હોય છે. તેનો અર્થ એ થયો કે તમે તમારા રોકડના પ્રવાહ, ખર્ચાઓ અને માસિક આવક મુજબ તમારા પરત ચૂકવણીના આયોજનને એડજેસ્ટ કરી શકો છો. તમે લોન માટે અરજી કરો તે પહેલાં તમારે લોન પ્રત્યે દર મહિને કેટલી ચૂકવણી કરવાની રહેશે તેનો અંદાજ મેળવવા તમે પર્સનલ લોન ઇએમઆઈ કેલક્યુલેટરનો પણ ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત લોનની રકમ, મુદત અને વ્યાજદરને દાખલ કરવાના રહે છે. તમે તમારી માસિક ચૂકવણીને નિર્ધારિત કરવા માટે આ કેલક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. હવે, તમે જ્યાં સુધી તમારા અંદાજપત્રને અનુકૂળ આવે તેવો ઇએમઆઈ મેળવો નહીં ત્યાં સુધી તમે આ પરિબળોને બદલી પણ શકો છો.


ઓછામાં ઓછા દસ્તાવેજીકરણની સાથે અરજી કરવાની અત્યંત સરળ પ્રક્રિયાઃ


લગ્ન માટે પર્સનલ લોનની અરજી કરવાની અને તેને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા ખૂબ જ સીધીસાદી છે અને તમે ઘરે બેઠાં-બેઠાં આ માટેની અરજી કરી શકો છો. આથી વિશેષ, તમે જ્યારે પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી કરી રહ્યાં હો ત્યારે તેના માટે કોઈ ખાસ કાગજી કાર્યવાહી કરવાની જરૂર પડતી નથી. તમે તમારા ધીરધારની વેબસાઇટ કે મોબાઇલ એપનો ઉપયોગ કરીને ફક્ત થોડી જ ક્લિકમાં પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી કરી શકો છો.


પાત્રતાના સરળ માપદંડ અને ઝડપી ચૂકવણીઃ


પર્સનલ લોન મૂળભૂત રીતે ખૂબ જ ઉદાર આવશ્યકતાઓની સાથે જામીનગીરી વગરની હોય છે. તે મોર્ગેજ કે કાર લોન જેવી નથી હોતી, જેમાં અરજી કરતાં પહેલાં તમારે જરૂરિયાતોની લાંબી યાદીને પૂરી કરવાની હોય છે. ધીરધાર તમારી ક્રેડિટ હિસ્ટ્રીને અને લોનની પરત ચૂકવણી કરવાની તમારી પાત્રતાને ચકાસશે. પર્સનલ લોન માટે ખૂબ જ સરળતાથી અને ઝડપી અરજી કરી શકાય છે અને તેની મંજૂરીની પ્રક્રિયામાં સામાન્ય રીતે એક દિવસથી પણ ઓછો સમય લાગે છે. જ્યારે ધીરધાર તમારી અરજીની સમીક્ષા કરવાની કામગીરી પૂરી કરી લે છે, ત્યારે તેઓ તમારા ખાતામાં નાણાં જમા કરી દે છે. પર્સનલ લોનની શ્રેષ્ઠ વિશેષતાઓમાંથી એક એ છે કે, તેના નાણાંની ચૂકવણી સામાન્ય રીતે ઝડપથી થઈ શકે છે. પરંપરાગત ભારતીય લગ્નો એ ઘણું મોટું આયોજન માંગી લેતો પ્રસંગ હોય છે, જેના માટે ખૂબ વધારે સમય અને નાણાંની જરૂર પડી શકે છે. આથી જ, આવી પરિસ્થિતિમાં હાથમાં થોડાં પૈસા હોય તો તે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.


 


તમારા રોકાણને વેચવાની જરૂર નથીઃ


કેટલાક લોકો તેમના લગ્ન માટેની ચૂકવણીઓ કરવા તેમની બાંધી મુદતની થાપણોને તોડી નાંખે છે અથવા તો બચતનો ઉપયોગ કરે છે. જોકે, પાકતી મુદત પહેલાં બાંધી મુદતની કે રીકરિંગ થાપણો તોડવાથી તમારે દંડ ભોગવવો પડી શકે છે અને આવક પણ ગુમાવવી પડી શકે છે. લગ્નના ખર્ચાઓને પહોંચી વળવા માટે જો પર્સનલ લોન લેવામાં આવે તો, તમારા રોકાણોમાં ખલેલ પાડ્યાં વગર તમે તમારો પ્રસંગ પાર પાડી શકો છો.


લગ્ન માટે પર્સનલ લોન લેવી એ ખૂબ જ ફાયદાકારક છે. બજાજ ફાઇનાન્સમાંથી પર્સનલ લોન લેવી ખૂબ જ સરળ છે, કારણ કે, તેના માટે શક્ય એટલા ઓછા દસ્તાવેજોની જરૂર પડે છે અને તેની પ્રક્રિયા પણ ઝડપથી પૂરી કરી લેવામાં આવે છે. તમે લગ્નના કોઇપણ ખર્ચાઓ માટે આ નાણાંનો ઉપયોગ કરી શકો છો. બજાજ ફિનસર્વ પર્સનલ લૉન્સ એ તમારા લગ્નના ખર્ચાઓને પહોંચી વળવાનો એક આદર્શ વિકલ્પ છે. તમે નાણાંની ઝડપથી ચૂકવણીની સાથે 84 મહિનાની ફ્લેક્સિબલ મુદતની સાથે રૂ. 40 લાખ સુધીની લોન મેળવી શકો છો. બજાજ ફિનસર્વ વેબસાઇટની મુલાકાત લો અને તમારી કલ્પના મુજબના લગ્નના ખર્ચાઓને પહોંચી વળવા ખૂબ જ સરળતાથી લોન પ્રાપ્ત કરો.


(Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.)