how to get lower berth in train: ટ્રેનની મુસાફરીમાં મોટાભાગના લોકોને લોઅર બર્થ (નીચેની સીટ) જ જોઈતી હોય છે. ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈ વૃદ્ધ કે મહિલા મુસાફરી કરવાના હોય અથવા જેમને ઉપર ચઢવામાં તકલીફ પડતી હોય, ત્યારે લોઅર બર્થ ખૂબ જ જરૂરી બની જાય છે. પણ ઘણીવાર એવું બને છે કે સમયસર ટિકિટ બુક કરાવવા છતાં નીચેની સીટ મળતી નથી અને લોકો નિરાશ થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ખુદ IRCTCએ એક એવી રીત જણાવી છે જેનાથી તમને લોઅર બર્થ મળવાના ચાન્સ ઘણા વધી જશે. આગામી સમયમાં જ્યારે પણ ટ્રેનનું બુકિંગ કરો ત્યારે આ માહિતી તમને ખૂબ કામ લાગશે.

Continues below advertisement

લોઅર બર્થ માટે રેલવેના નિયમો શું કહે છે?

રેલવેના નિયમ પ્રમાણે, લોઅર બર્થ માટે સૌથી પહેલી પ્રાથમિકતા સિનિયર સિટીઝન (વરિષ્ઠ નાગરિકો) ને આપવામાં આવે છે. આ જ કારણ છે કે સામાન્ય મુસાફરોને સહેલાઈથી નીચેની સીટ મળતી નથી. હમણાં જ સોશિયલ મીડિયા પર એક યુઝરે IRCTCને પૂછ્યું કે લોઅર બર્થ કઈ રીતે મેળવવી? તેના જવાબમાં IRCTCએ સ્પષ્ટતા કરી કે સિનિયર સિટીઝન ક્વોટા હેઠળ ટિકિટ બુક કરાવવાથી લોઅર બર્થ મળવાની શક્યતા સૌથી વધારે હોય છે.

Continues below advertisement

ટિકિટ બુક કરતી વખતે આ ઓપ્શન ખાસ પસંદ કરો

જો તમે કોઈ સિનિયર સિટીઝન માટે ટિકિટ બુક કરી રહ્યા છો, તો ઓનલાઈન રિઝર્વેશન વખતે "Book only if lower berth is allotted" (જો લોઅર બર્થ ફાળવવામાં આવે તો જ બુક કરો) એવો વિકલ્પ જરૂર પસંદ કરો. આ વિકલ્પ પસંદ કરવાથી સિસ્ટમ ત્યારે જ તમારી ટિકિટ કન્ફર્મ કરશે જ્યારે નીચેની સીટ ખાલી હશે. સામાન્ય ક્વોટામાં મુસાફરી કરતા લોકો પણ લોઅર બર્થની પસંદગી કરી શકે છે, પણ તેમાં સીટ મળવી એ સંપૂર્ણપણે ખાલી સીટો (Availability) પર આધાર રાખે છે. રેલવેએ એ પણ જણાવ્યું છે કે સીટની ફાળવણી કમ્પ્યુટર સિસ્ટમ જાતે જ કરે છે, તેમાં કોઈ વ્યક્તિની સીધી દખલગીરી હોતી નથી.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ: હવે પાણીથી ચાલશે વાહનો! વિદેશી કંપનીએ શોધી નવી ફોર્મ્યુલા

બુકિંગ પ્રક્રિયા અને ધ્યાનમાં રાખવાની બાબતો:

સૌથી પહેલા IRCTCની સત્તાવાર વેબસાઈટ અથવા મોબાઈલ એપમાં લોગ-ઈન કરો.

તમારે ક્યાંથી ક્યાં જવું છે તે સ્ટેશનના નામ (From - To) અને મુસાફરીની તારીખ પસંદ કરો.

તમારી અનુકૂળતા મુજબની ટ્રેન અને ક્લાસ (જેમ કે Sleeper, 3AC) સિલેક્ટ કરો.

સીટ અવેલેબિલિટી ચેક કર્યા પછી 'Book Now' પર ક્લિક કરો અને મુસાફરોની તમામ ડિટેલ્સ ભરો.

અહીં તમારી પસંદગી (Preference) માં 'Lower Berth' સિલેક્ટ કરવાનું ભૂલશો નહીં અને ત્યારબાદ પેમેન્ટ પૂરું કરો.

ટિકિટ કન્ફર્મ થતાં જ તમને SMS અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે.

ખાસ નોંધ: જો બુકિંગ વખતે તમને લોઅર બર્થ ન મળી શકે, તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે મુસાફરી દરમિયાન ટ્રેનમાં TTE (ટિકિટ ચેકર) નો સંપર્ક કરી શકો છો. જો ટ્રેનમાં કોઈ નીચેની સીટ ખાલી હશે અથવા કોઈ એડજસ્ટમેન્ટ થઈ શકે તેમ હશે, તો તેઓ જરૂરથી તમને મદદ કરશે.

આ પણ વાંચોઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળશે? ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયે વધારી ભારતની ચિંતા