National Pension System: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ 1 એપ્રિલ, 2023 થી તમામ NPS સબ્સ્ક્રાઇબર્સ માટે અમુક દસ્તાવેજો અપલોડ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો તમે આમ નહીં કરો તો તમને વાર્ષિકી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. PFRDA દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં આ અંગેની માહિતી આપવામાં આવી.


આ દસ્તાવેજો અપલોડ કરવા ફરજિયાત કરવામાં આવ્યા છે છે


NPS ઉપાડ / એક્ઝિટ ફોર્મ


આઈડી અને એડ્રેસ પ્રૂફ


બેંક ખાતાની પાસબુક


PRAN કાર્ડની નકલ


NPSમાંથી ઉપાડ અને બહાર નીકળવાની પ્રક્રિયા


ઓનલાઈન બહાર નીકળવા માટે પહેલા તમારે CRA સિસ્ટમમાં લોગીન કરવું પડશે.


જલદી તમે પ્રક્રિયા શરૂ કરશો, તમે ઇ-સાઇન/ઓટીપી પ્રમાણીકરણ અને નોડલ ઓફિસ/પીઓપી અધિકૃતતા જેવી માહિતી જોશો.


ઓનલાઈન એક્ઝિટ શરૂ કર્યા પછી, જેમ તમે NPS ઉપાડ પર ક્લિક કરશો, બેંક એકાઉન્ટ, સરનામું, નોમિની વગેરેની માહિતી આપમેળે ભરાઈ જશે.


આ પછી, વાર્ષિકીનો ગુણોત્તર (એન્યુટી) અને તમે જે રકમ ઉપાડવા માંગો છો તે નક્કી કરો.


પછી તમારું બેંક એકાઉન્ટ વેરીફાઈ કરો.


જ્યારે તમે બહાર નીકળવાની વિનંતી સબમિટ કરી રહ્યાં હોવ ત્યારે NPS ઉપાડ/એક્ઝિટ ફોર્મ, ID અને સરનામાનો પુરાવો, બેંક ખાતાની પાસબુક અને PRAN કાર્ડની નકલ અપલોડ કરવાની જરૂર છે. નોંધનીય છે કે, આ તમામ દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે.


આ માટે તમે મોબાઈલ અને ઈમેલ આઈડી પર મળેલા OTP દ્વારા ઓથેન્ટિકેશન કરી શકો છો.


આ પછી, આધાર કાર્ડને OTP દ્વારા ઇ-સાઇન કરવું પડશે.


તમને જણાવી દઈએ કે, નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં 60 વર્ષ કે તે પહેલા ઉપાડનો અથવા નીકળવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આમાં, તમે તમારા સંચિત ભંડોળમાંથી ફક્ત 60 ટકા જ ઉપાડી શકો છો અને બાકીની રકમ એન્યુટીમાં રોકાણ કરવામાં આવે છે, જેથી તમને પેન્શન આપવામાં આવે.


નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) દેશમાં તમામ નાગરિકો માટે ઉપલબ્ધ એક સ્વૈચ્છિક પેન્શન કાર્યક્રમ છે. એનપીએસ પેન્શન અકાઉન્ટ ખોલાવીને આપ આવકમાંથી દર મહીને થોડા પૈસા નાખી શકો છો અને રિટાયરયમેન્ટ બાદ એક મોટી રકમ આપને મળી શકે છે. એનપીએસમાં ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી માનવામાં આવે છે.