નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોથી, Paytmના શેરમાં તેજીનું વલણ છે. છેલ્લા બે દિવસમાં જ આ સ્ટોક લગભગ 16 ટકા ચઢ્યો છે. મંગળવારે પણ, Paytm ના શેર ઝડપથી ખુલ્યા અને શરૂઆતના વેપારમાં જ રૂ. 719 ના સ્તરને સ્પર્શ્યા. સોમવારે આ શેર રૂ. 687.65 પર બંધ થયો હતો.

Continues below advertisement


બજાર વિશ્લેષકોનું કહેવું છે કે Paytmના શેરમાં આ વધારા પાછળ કોઈ મોટું મૂળભૂત કારણ નથી. તે નીચલા સ્તરેથી બાઉન્સ બેક સિવાય બીજું કંઈ નથી. બીજી તરફ, ટેકનિકલ એનાલિસ્ટ્સનું કહેવું છે કે પેટીએમનો શેર ચાર્ટ પેટર્ન પર અપટ્રેન્ડ બતાવી રહ્યો છે અને આગામી બ્રેકઆઉટ લેવલ રૂ. 750ની નજીક જોવા મળી રહ્યું છે. મોટાભાગના બજાર નિષ્ણાતો માને છે કે Paytmના શેરમાં નવા રોકાણનો નિર્ણય કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામોને જોયા પછી જ લેવો જોઈએ.


નિષ્ણાંતોનું કહેવું છે કે, શેરબજારમાં Paytmના શેરમાં તેજીનું કોઈ મજબૂત કારણ નથી. જો કોઈ કારણ આપવામાં આવે તો પણ તે અફવાઓ પર આધારિત હશે.


Paytm મેનેજમેન્ટે કહ્યું છે કે તે આગામી 6 ક્વાર્ટરમાં ઑપરેટિંગ EBIDTA હાંસલ કરશે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ચોથા ક્વાર્ટરમાં કંપનીના પરિણામો કેવા રહેશે. કંપનીએ લોન વિતરણમાં થોડી વૃદ્ધિ હાંસલ કરી છે, પરંતુ કંપનીની નફાકારકતા ચોથા ક્વાર્ટરના પરિણામો પરથી જ જાણી શકાશે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જેમના પોર્ટફોલિયોમાં Paytmના શેર છે, તેમણે આ તેજીને માત્ર નીચલા સ્તરેથી બાઉન્સ બેક તરીકે લેવી જોઈએ અને નવા રોકાણકારોએ કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામો પછી જ આ શેરમાં રોકાણ કરવાનું નક્કી કરવું જોઈએ.


ડિસ્ક્લેમર: (અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com પરથી કોઈપણ વ્યક્તિને ક્યારે નાણાંનું રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.)