India GDP Growth Rate: ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો, અનુમાન કરતા શાનદાર આંકડા
ભારતના ચોથા ક્વાર્ટરના GDP ડેટા જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો છે.

ભારતના ચોથા ક્વાર્ટરના GDP ડેટા જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25 માં વાસ્તવિક GDP ના છેલ્લા અંદાજમાં 6.5% નો વિકાસ દર નોંધાયો છે. શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર ડેટામાં આ માહિતી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ચોથા ક્વાર્ટરના GDP આંકડા અંદાજ કરતાં વધુ સારા છે, જે 6.85 ટકા હોવાનો અંદાજ હતો.
India's GDP grew 6.5% in 2024-25, 7.4% in Q4: Official data
— ANI Digital (@ani_digital) May 30, 2025
Read @ANI Story | https://t.co/SO7hO2n4Lv
#India #GDP #economy pic.twitter.com/X19EnruYIF
દેશના આર્થિક વિકાસ દરમાં શાનદાર વધારો જોવા મળ્યો છે. ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી-માર્ચમાં ભારતનો GDP વૃદ્ધિ દર 7.4% રહ્યો છે. આ આંકડો અંદાજિત 6.85% કરતા ઘણો સારો છે, ત્રિમાસિક ધોરણે વૃદ્ધિ નોંધાઈ છે. છેલ્લા ક્વાર્ટર એટલે કે નાણાકીય વર્ષ 25 ના ત્રીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 6.2% હતો. જે હવે વધીને 7.4% થયો છે. અર્થતંત્રનું મજબૂત પ્રદર્શન દર્શાવે છે કે સ્થાનિક માંગ, રોકાણ અને કૃષિ ઉત્પાદન મજબૂત રહ્યું છે.
નાણાકીય વર્ષ 2023-24 માં GDP વૃદ્ધિ દર કેટલો હતો
સમગ્ર નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન દેશનો વાર્ષિક વિકાસ દર ઘટીને 6.5 ટકા થયો. નાણાકીય વર્ષ 2023-24 માં GDP વૃદ્ધિ દર 9.2 ટકા હતો. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, માર્ચ ક્વાર્ટરમાં વિકાસ દરમાં ઘટાડો થવાથી સમગ્ર નાણાકીય વર્ષ 2024-25 માં GDP વૃદ્ધિ દર પર પણ ખરાબ અસર પડી, જેના કારણે તે ઘટીને 6.5 ટકા થયો. NSO એ રાષ્ટ્રીય ખાતાઓના તેના બીજા એડવાન્સ અંદાજમાં, 2024-25 માટે દેશનો વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનના જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 5.4 ટકા હતો.
નાણાકીય વર્ષ 2025-26 માટે શું અનુમાન છે ?
CII ના પ્રમુખ સંજીવ પુરીએ 11 મેના રોજ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP 6.5 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે આ આંકડા મૂળભૂત રીતે પ્રાપ્ત કરી શકાય તેવા છે, કારણ કે હકીકત એ છે કે આપણે એક સારા પાયા, મજબૂત આર્થિક પાયા સાથે શરૂઆત કરી રહ્યા છીએ. કારણો સમજાવતા, તેમણે કહ્યું કે તાજેતરના સમયમાં વ્યાજ દરોમાં ઘટાડો થયો છે અને ફુગાવો પણ નરમ પડી રહ્યો છે.





















