Hiring in IT Companies: ભારત સહિત આખી દુનિયામાં આઈટી ક્ષેત્ર માટે એક વર્ષથી પણ વધુ સમયથી માત્ર ખરાબ સમાચાર જ સામે આવી રહ્યા છે. સતત ચાલુ છંટણી બાદ આઈટી કંપનીઓએ આર્થિક મંદીને કારણે ફ્રેશર્સની ભરતી પર પણ રોક લગાવી દીધી હતી. હવે નોકરીની શોધમાં બેઠેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. ભારતીય આઈટી કંપનીઓ હવે સુધારાના માર્ગે છે. તેઓ માત્ર ફ્રેશર્સ માટે કેમ્પસ ભરતી શરૂ કરવાની જ નથી પરંતુ સારો પગાર આપવા માટે પણ તૈયાર છે. જોકે, તે માટે તમારે તમારા કૌશલ્ય પર કામ કરવું પડશે. આઈટી કંપનીઓ આ સમયે ક્લાઉડ, ડેટા અને એઆઈ જેવી ભૂમિકાઓ માટે લોકોને પસંદ કરવા માંગે છે.


આઈટી કંપનીઓએ કેમ્પસમાં વિઝિટ કરવાનું શરૂ કર્યું


બિઝનેસ ટુડેના અહેવાલ અનુસાર, આઈબીએમ (IBM), ઇન્ફોસિસ (Infosys), ટીસીએસ (TCS) અને એલટીઆઈમાઈન્ડટ્રી (LTIMindtree) જેવી ઘણી આઈટી કંપનીઓએ કેમ્પસમાં વિઝિટ કરવાનું પણ શરૂ કરી દીધું છે. જોકે, આ વખતે પસંદગી પ્રક્રિયા ઘણી અલગ રહેવાની છે. અત્યાર સુધી ઢગલાબંધ નોકરીઓ આપનારી કંપનીઓ હવે માત્ર પસંદગીના લોકોને જ પસંદ કરશે. તેમને ક્લાઉડ કમ્પ્યુટિંગ (Cloud Computing), ડેટા એનાલિટિક્સ (Data Analytics) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)નું જ્ઞાન ધરાવતા લોકોની જરૂર છે. આવી ભૂમિકાઓ માટે પગાર પેકેજ પણ 6થી 9 લાખ રૂપિયા રહેવાનું છે.


ફ્રેશર્સ ઉપરાંત ઓફ કેમ્પસ જોઇનિંગ પણ વધશે


દેશમાં કેમ્પસ પ્લેસમેન્ટની શરૂઆત જુલાઈથી થશે. આ ઉપરાંત ઓફ કેમ્પસ જોઇનિંગ પણ કરાવવામાં આવશે. આના દ્વારા ટીસીએસ લગભગ 40 હજાર, ઇન્ફોસિસ 20 હજાર અને વિપ્રો (Wipro) 10 હજાર ફ્રેશર્સને પોતાની સાથે જોડવાની યોજના બનાવી ચૂકી છે. વિપ્રોના એચઆર હેડ સૌરભ ગોવિલે જણાવ્યું હતું કે અમે એક વર્ષના બ્રેક પછી ફરીથી કેમ્પસ ભરતી શરૂ કરવાના છીએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે કટ ઓફ 60 ટકાથી વધીને 70 ટકા થઈ શકે છે.


કૌશલ્ય સાથે સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પણ કડક નજર


આ કેમ્પસ ભરતીમાં તમારા શિક્ષણ, કૌશલ્ય, પ્રમાણપત્રોની સાથે સાથે સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પણ કંપનીઓની કડક નજર રહેવાની છે. આવું કરીને કંપનીઓ તમારો સંપૂર્ણ બેકગ્રાઉન્ડ સમજવા માંગે છે. આવી સ્થિતિમાં આવનારા કેટલાક મહિના એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે મોટી તક છે. આ દરમિયાન તેઓ પોતાની ખામીઓ શોધીને કંપનીઓની માંગ પ્રમાણે પોતાને તૈયાર કરી શકે છે.


આ પણ વાંચોઃ


કામની વાતઃ ડિવિડન્ડ, વ્યાજ ચુકવણીથી લઈને મ્યુચ્યુઅલ ફંડ પર... SEBI એ બદલ્યા આ નિયમો