Stock Market Opening On 18th April: ચાર દિવસની લાંબી રજા બાદ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં મોટા ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 1000 પોઈન્ટ વધીને 57,310 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 290 પોઈન્ટ વધીને 17,183 પોઈન્ટ પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. બેન્ક નિફ્ટી પણ 1.73 ટકાના ઘટાડા સાથે 36,813 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.


નિફ્ટીની ચાલ


આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 7 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 43 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 4 શેર જ લીલા નિશાનમાં અને 26 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.


સેક્ટોરલ ન્ડેક્સ


આજે જો આપણે સેક્ટર મુજબના માર્કેટમાં તેજીવાળા સેક્ટર પર નજર કરીએ તો એફએમસીજી, મેટલ્સ સિવાય તમામ સેક્ટર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા જેવા ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.






વધતો સ્ટોક


આજના વેપારમાં ચઢેલા શેર પર નજર કરીએ તો NTPC 1.59 ટકા, ટાટા સ્ટીલ 0.87 ટકા, M&M 0.49 ટકા, પાવર ગ્રીડ 0.17 ટકા, HUL 0.12 ટકા, નેસ્લે 0.05 ટકા, ITC શેર 0.04 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. .


આજના ટોપ લુઝર્સ


ઇન્ફોસિસ 5.87 ટકા, ટેક મહિન્દ્રા 3.92 ટકા, કોટક મહિન્દ્રા 2.88 ટકા, HDFC 2.66 ટકા, HDFC બેન્ક 2.38 ટકા, વિપ્રો 2.17 ટકા, ICICI બેન્ક 1.23 ટકા, એક્સિસ બેન્ક 01.67 ટકા.