ઈન્સ્ટાગ્રામ ફરી એક વખત ડાઉન થયું છે. કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે ફરી ડાઉન થયું છે. આ કારણે હજારો યૂઝર્સ પ્લેટફોર્મ પર મેસેજ મોકલવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે.  ઈન્સ્ટા પર ડાયરેક્ટ મેસેજ મોકલવામાં સમસ્યા આવી રહી છે. ડાઉનડિટેક્ટર અનુસાર, આ સમસ્યા મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે શરુ થઈ હતી.

  


સાંજે 06:30 વાગ્યા સુધીમાં વિશ્વના વિવિધ દેશોના હજારો યૂઝર્સે આ આઉટેજ વિશે જાણ કરી હતી.  હાલમાં કંપનીએ આઉટેજ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.  


ડાઉનડિટેક્ટરના જણાવ્યા અનુસાર, ઇન્સ્ટાગ્રામ આઉટેજની સમસ્યાની જાણ કરનારા કુલ વપરાશકર્તાઓમાંથી 61 ટકા વપરાશકર્તાઓએ Instagram એપ્લિકેશનમાં સમસ્યાની જાણ કરી છે. 26 ટકા વપરાશકર્તાઓએ સર્વર કનેક્શન સાથે સમસ્યાઓની જાણ કરી.વધુમાં, 13 ટકા વપરાશકર્તાઓને પ્લેટફોર્મ પર કંઈપણ શેર કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. 


અત્યાર સુધીમાં 2,000 થી વધુ લોકોએ રિપોર્ટ કર્યો છે. વપરાશકર્તાઓએ તેમની નિરાશા વ્યક્ત કરવા અને અન્ય લોકો સમાન સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે કે કેમ તે તપાસવા માટે X (અગાઉ ટ્વિટર) સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કર્યો છે.


ઇન્સ્ટાગ્રામ અથવા તેની મૂળ કંપની મેટા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન  નથી આવ્યું. આઉટેજ ચાલુ હોવાનું જણાય છે. ટેકનિકલ  મુશ્કેલીઓનું કારણ જાણી શકાયું નથી.