Post Office FD Scheme: જો તમે તમારા રોકાણને લઈને કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી અને તેના પર ટૂંકા સમયમાં જંગી નફો મેળવવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસમાં આવી ઘણી યોજનાઓ છે, જે તમારા માટે મદદરૂપ થઈ શકે છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ (Post Office Time Deposit)પણ આમાંથી એક છે. સામાન્ય રીતે લોકો તેને પોસ્ટ ઓફિસ એફડી કહે છે. 


જો કે તમને બેંકોમાં પણ એફડીના વિકલ્પો મળશે, પરંતુ જો તમે 5 વર્ષ માટે એફડી મેળવવા માંગો છો, તો તમને પોસ્ટ ઓફિસમાં સારું વ્યાજ મળશે. હાલમાં, પોસ્ટ ઓફિસની 5 વર્ષની FD પર 7.5%ના દરે વ્યાજ મળે છે. આ સિવાય તમને 5 વર્ષની FDમાં ઈન્કમ ટેક્સ એક્ટ 80C હેઠળ ટેક્સ બેનિફિટ પણ મળે છે. ચાલો તમને જણાવીએ કે પોસ્ટ ઓફિસમાં ₹1,00,000, ₹2,00,000 અને ₹3,00,000ની FD કરવા પર વ્યાજમાંથી કેટલા પૈસા મળશે.


3 લાખની FD કરવા પર 


જો તમે પોસ્ટ ઑફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં રુપિયા 3 લાખનું રોકાણ કરો છો, તો તમને  7.5 ટકાના વ્યાજ દરે 1,34,984 રુપિયા  મળશે. આ કિસ્સામાં, તમને પાકતી મુદત પર કુલ રુપિયા 4,34,984 મળશે.


2 લાખની FD કરવા પર


જ્યારે તમે પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં રુપિયા 2 લાખનું રોકાણ કરો છો, તો તમને 7.5 ટકાના વ્યાજ દરે  રુપિયા 89,990 વ્યાજ મળશે. આ કિસ્સામાં, તમને પાકતી મુદત પર કુલ રુપિયા 2,89,990 મળશે.


1  લાખની FD કરાવવા પર


જો તમે  પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં રુપિયા 1 લાખનું રોકાણ કરો છો, તો તમને  7.5 ટકા વ્યાજ દરે રુપિયા 44,995 વ્યાજ મળશે. આ કિસ્સામાં, તમને મેચ્યોરિટી પર કુલ  રુપિયા 1,44,995 મળશે.


એક્સ્ટેંશન વિકલ્પ પણ


જો તમે ઇચ્છો તો તમે તમારી પોસ્ટ ઓફિસ એફડી લંબાવીને તમારા લાભો વધારી શકો છો. પોસ્ટ ઑફિસ 1 વર્ષની FD પાકતી તારીખથી 6 મહિનાની અંદર, 2 વર્ષની FD પાકતી મુદતના 12 મહિનાની અંદર અને 3 અને 5 વર્ષની FDને પાકતી મુદતના 18 મહિનાની અંદર પોસ્ટ ઓફિસને જાણ કરવાની રહેશે. આ સિવાય તમે ખાતું ખોલતી વખતે તમે પાકતી મુદત પછી એકાઉન્ટ એક્સટેન્શન માટે પણ વિનંતી કરી શકો છો. પાકતી મુદ્દતની તારીખે સંબંધિત TD ખાતાને લાગુ પડતો વ્યાજ દર વિસ્તૃત અવધિ પર લાગુ થશે.