Stock Market Updates: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્ધારા એક ઓગસ્ટથી ભારતથી આયોત થતી ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ અને પેનલ્ટી લગાવવાની ધમકી બાદ ગુરુવારે સવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 9:20 વાગ્યા સુધીમાં BSE સેન્સેક્સ 604 પોઈન્ટ અથવા 0.74 ટકા ઘટીને 81,668 પર હતો, જ્યારે Nifty50 183 પોઈન્ટ અથવા 0.73 ટકા ઘટીને 24,668 પર ટ્રેડ કરી રહ્યો હતો.
ભારતીય શેરબજારમાં ઘટાડાના કારણે બીએસઈ -લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપ 5.5 લાખ કરોડ રૂપિયા ઘટીને 453.35 લાખ કરોડ રૂપિયા થઈ ગઇ હતી. ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેક્ટર મોરચે પણ Nifty Auto માં એક ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે બેંકિંગ, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેરોના સૂચકાંકોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
બજારમાં કડાકા પાછળ શું રહ્યા કારણો ?
ટ્રમ્પની 25 ટકા ટેરિફ લગાવવાની ધમકી
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી આયાત થતા માલસામાન પર સંભવિત 25 ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી રોકાણકારો ચિંતામાં મુકાઈ ગયા હતા. વિશ્લેષકો ચેતવણી આપે છે કે આનાથી ભારતીય નિકાસકારોને અન્ય વેપાર ભાગીદારો કરતાં વધુ અસર થઈ શકે છે અને યુએસ-ભારત સંબંધો પર તણાવ આવી શકે છે.
જો ટેરિફ લાગુ કરવામાં આવે તો કાપડ, ફાર્મા અને ઓટો જેવા ક્ષેત્રોને સૌથી વધુ ફટકો પડી શકે છે. આ ક્ષેત્રો ભારતની નિકાસમાં મુખ્ય ફાળો આપે છે. ટ્રમ્પે બ્રિક્સ જૂથ સાથે ભારતના વધતા સંબંધો અને વધતા જતા વેપાર અસંતુલનને ટાંકીને વધુ પેનલ્ટી લગાવવાના સંકેત આપ્યા હતા.
યુએસ ફેડે વ્યાજ દરોમાં ઘટાડાની સંભાવના પર વ્યક્ત કરી શંકા
અમેરિકન ફેડરલ રિઝર્વે સતત પાંચમી બેઠકમાં વ્યાજ દરો સ્થિર રાખ્યા હતા. જોકે, ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલે સપ્ટેમ્બરમાં દર ઘટાડાના કોઈ સ્પષ્ટ સંકેતો આપ્યા ન હતા અને કહ્યું હતું કે "તે કહેવું ખૂબ જ વહેલું છે."
સ્મોલ અને મિડકેપમાં પણ મોટો ઘટાડો
શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન BSE સ્મોલકેપમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી સ્મોલકેપમાં 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. BSE મિડકેપમાં 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલકેપમાં ફેઝ થ્રી લિમિટેડના શેર 10 ટકા ઘટ્યા હતા જ્યારે મિડકેપમાં સૌથી મોટો ઘટાડો પ્રીમિયર એનર્જીઝ લિમિટેડ (3.5 ટકા)નો હતો.