Aadhaar PAN linking deadline: વર્ષ 2025 હવે પૂરું થવાના આરે છે. 31 December માત્ર કેલેન્ડરનું છેલ્લું પાનું નથી, પરંતુ તમારા પૈસાને સુરક્ષિત રાખવા માટેની 'ડેડલાઇન' પણ છે. જો તમે હજુ સુધી Income Tax Return (ITR), Aadhaar PAN Linking કે બેંક લોકરના એગ્રીમેન્ટ જેવા કામો નથી પતાવ્યા, તો તમારી પાસે ગણતરીના દિવસો બાકી છે. જો આ તારીખ ચૂકી જશો, તો નવા વર્ષની શરૂઆત દંડ અને મુશ્કેલીઓ સાથે થઈ શકે છે.
તમે નવા વર્ષના સ્વાગત માટે પાર્ટીનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, પણ તે પહેલાં તમારા ફાઈનાન્શિયલ પ્લાનિંગ પર નજર નાખવી ખૂબ જરૂરી છે. કરદાતાઓ અને સામાન્ય નાગરિકો માટે 31 December, 2025 સુધીનો સમય 'અલ્ટીમેટમ' સમાન છે. સરકાર અને RBI ના નિયમો મુજબ, આ તારીખ સુધીમાં અમુક કામો પતાવવા ફરજિયાત છે. જો તમે તેમાં મોડું કરશો, તો તમારું PAN Card બ્લોક થઈ શકે છે અથવા બેંક લોકર સીલ થઈ શકે છે. ચાલો જાણીએ કયા કામો તાત્કાલિક પૂર્ણ કરવા જરૂરી છે.
1. બિલેટેડ ITR ફાઈલ કરવાની છેલ્લી તક (Belated ITR Filing) જો તમે નાણાકીય વર્ષ 2024 25 માટે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન સમયસર ભરી શક્યા નથી, તો ગભરાશો નહીં. તમારી પાસે હજુ પણ 31 December, 2025 સુધીનો સમય છે. આ તારીખ સુધીમાં તમે દંડ ભરીને Belated ITR ફાઈલ કરી શકો છો. જો આ તારીખ પણ જતી રહેશે, તો તમારે ITR U (Updated Return) ભરવું પડશે, જેમાં ટેક્સ અને દંડની રકમ ખૂબ વધારે હોઈ શકે છે.
2. રિવાઈઝડ રિટર્નમાં ભૂલ સુધારો (Revised ITR) ઘણીવાર ઉતાવળમાં ITR ભરતી વખતે કોઈ આવક બતાવવાની રહી ગઈ હોય અથવા ગણતરીમાં ભૂલ થઈ હોય તેવું બને છે. જો તમે રિટર્ન ફાઈલ કરી દીધું છે પણ તેમાં કોઈ ક્ષતિ રહી ગઈ છે, તો તેને સુધારવાની છેલ્લી તારીખ પણ 31 December, 2025 છે. આ પછી આવકવેરા વિભાગ તમને સુધારા કરવાની તક નહીં આપે.
3. PAN અને Aadhaar લિંક કરવું ફરજિયાત સરકારના કડક નિર્દેશ મુજબ, તમારે 31 December, 2025 સુધીમાં તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય છે. જો તમે આ પ્રક્રિયા ચૂકી જશો, તો 1 January, 2026 થી તમારું PAN કાર્ડ નિષ્ક્રિય (Inoperative) થઈ જશે. આના કારણે તમે બેંક ટ્રાન્ઝેક્શન, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કે લોન લેવા જેવા કામો નહીં કરી શકો. અત્યારે પણ આ લિંકિંગ માટે ₹1,000 નો દંડ ભરવો પડી શકે છે, પરંતુ તે ભરીને પણ કાર્ડ ચાલુ રાખવું હિતાવહ છે.
4. બેંક લોકર એગ્રીમેન્ટ (Bank Locker Agreement) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નવા નિયમો અનુસાર, જે ગ્રાહકો પાસે બેંક લોકર છે, તેમણે નવો કરાર (Agreement) સાઈન કરવો જરૂરી છે. બેંકોએ ગ્રાહકોને 31 December, 2025 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું છે. જો તમે એગ્રીમેન્ટ અપડેટ નહીં કરો, તો નવા વર્ષમાં તમે તમારું લોકર ઓપરેટ કરી શકશો નહીં અથવા બેંક તમારું લોકર ફ્રીઝ કરી શકે છે.
5. પેન્શનધારકો માટે એલર્ટ વરિષ્ઠ નાગરિકો જેઓ પેન્શન પર નિર્ભર છે, તેમણે પણ 31 December સુધીમાં તેમના હયાતીના દાખલા (Life Certificate) અથવા બેંકિંગને લગતી અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરી લેવી જોઈએ. જો આ કામ બાકી રહી જશે, તો જાન્યુઆરી મહિનાનું પેન્શન અટકી શકે છે.